તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

બીલીમોરામાં સમાજના રક્ષકોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ

બીલીમોરામાં સમાજના રક્ષકોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ

South Republic DeskSunday, 30 August 2026 1 મિનિટ વાંચન · 45 days ago 0
રક્ષાબંધન પર્વે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા કાર્યકરોએ પોલીસ, ફાયર અને આરોગ્ય કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી તેમની સેવાભાવનાનું સન્માન કર્યું.

બીલીમોરા : રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા કાર્યકરો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી.

કાર્યકરોએ બીલીમોરા પોલીસ વિભાગ, ફાયર વિભાગ તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી તેમની નિષ્ઠા અને સેવાભાવનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે કાર્યકરોએ જણાવ્યું હતું કે, સમાજની સુરક્ષા અને સેવા માટે દિવસ-રાત ફરજ બજાવતા પોલીસકર્મીઓ, ફાયર જવાનો અને આરોગ્ય કર્મચારીઓ સાચા અર્થમાં સમાજના રક્ષક છે.

રક્ષાબંધનના પર્વે આવા કર્મયોગીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઉજવણી દ્વારા રક્ષાબંધનના પર્વને ભાઈ-બહેનના સંબંધથી આગળ લઈ જઈ સમાજમાં સેવા, સુરક્ષા, એકતા અને સંસ્કારનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

નવસારી 7 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 7 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 7 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો