આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને આવાસના વહીવટી મંજૂરી હુકમો એનાયત કરાયા
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને આવાસના વહીવટી મંજૂરી હુકમો એનાયત કરાયા
હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ નવસારી જિલ્લાના ૬૦૫ આવાસો મંજૂર, હળપતિ પરિવારોને આવાસ નિર્માણ માટે ૧.૭૦ લાખની આર્થિક સહાય અપાઈ
નવસારી : ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે હળપતિ ગૃહ નિર્માણ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમ (વર્ક ઓર્ડર) વિતરણ કાર્યક્રમ ચીખલીના દિનકર ભવન ખાતે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ અવસરે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ આશરે ૬૦૫ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. લાભાર્થીઓને આવાસ નિર્માણ માટે સરકાર દ્વારા ૧,૭૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા જે હેતુસર આવાસની સહાય આપવામાં આવે છે, તે હેતુ સિદ્ધ થાય તે માટે લાભાર્થીઓએ મળતી સહાયનો યોગ્ય ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવાનો અનુરોધ કર્યો હતો.
આવાસનું નિર્માણ કરતી વખતે માત્ર રહેઠાણ પૂરતું મર્યાદિત ન રહેતા બાથરૂમ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ સાથે આવાસનું નિર્માણ થાય તેની પણ ખાસ કાળજી રાખવાની હિમાયત કરી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.
હળપતિ સમાજની નોંધપાત્ર વસ્તી સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વસવાટ કરે છે. સરકાર દ્વારા આદિજાતિ તથા વંચિત વર્ગોના સર્વાંગી વિકાસ માટે વિવિધ આવાસ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સામાજિક સુરક્ષા સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
આ પ્રસંગે હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના સેજલબેન મોઢ દ્વારા હળપતિ ગૃહ નિર્માણ યોજના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યોજનાના ઉદ્દેશો, લાભાર્થીઓને મળવાપાત્ર સહાય તથા આવાસ નિર્માણ અંગેની પ્રક્રિયા વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ મંજૂર થયેલા આવાસોના વહીવટી મંજૂરી હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ
ડીસેમ્બર ૨૦૨૫માં અરજી છતાં કામગીરી પેન્ડીંગ રહેતા રહીશોની ગુજરાત ગેસના નવસારી એરિયા મેનેજરને લેખિત રજૂઆત નવસારી : જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને કરેલી લેખિતમાં રજૂઆતમાં…
વધુ વાંચોખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ
ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે…
વધુ વાંચોનવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…
વધુ વાંચોઆમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…
વધુ વાંચો




