તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

South Republic DeskWednesday, 07 October 2026 2 મિનિટ વાંચન · 55 min ago 0
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત

નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીએ જીલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે.

નવસારી તાલુકાના દંડેશ્વર ગામે પાદર ફળીયામાં રહેતા લતાબેન નરેશભાઈ હળપતિએ જીલ્લા પોલીસ વડાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ગત ૨જી ઓક્ટોબરે દંડેશ્વર ગામેથી કિરણભાઈ નામનો વ્યક્તિ સતિષભાઈ મોહનભાઈ પટેલ અને નરેશભાઈ ભાણાભાઈ હળપતિને માછીમારી કરવા માટે પોતાની સાથે લઇ ગયા હતા.

ત્યારબાદ ગત 6ઠ્ઠી ઓક્ટોબરે સતિષભાઈ પટેલની લાશ દંડેશ્વર ગામ ખાતે કિરણભાઈ નામનો વ્યક્તિ મૂકી જઈ મૃતક સતિષભાઈના પરિવારજનોને ૪૫ હજાર રૂપિયા આપીને તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. પરંતુ તેમની સાથે માછીમારી કરવા ગયેલા નરેશભાઈ હળપતિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

નરેશભાઈ હાલતમાં જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે પણ પરિવારજનોને કોઈ સત્તાવાર કે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઇ નથી. જેના કારણે પરિવારજનો અત્યંત ચિંતિત અને વ્યથિત થયા છે. આ સમગ્ર ઘટનામાં સતિષભાઈનું મૃત્યુ કેવી રીતે થયું, તેમની લાશ ત્યાં કેવી રીતે આવી, ૪૫ હજાર રૂપિયા આપવાનું કારણ શું હતું તથા નરેશભાઈ હાલમાં ક્યાં છે અને તેમની સાથે શું બન્યું છે તે સહિતના તમામ મુદ્દાઓ અંગે ગંભીર શંકા થાય છે.

જેથી ગુમ થયેલા નરેશભાઈ હળપતિની તાત્કાલિક શોધખોળ કરવા, નરેશભાઈ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તાત્કાલિક તપાસ કરી પરિવારજનોને સત્તાવાર માહિતી આપવા, સતિષભાઈ પટેલના મૃત્યુ અંગેની સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા, કિરણભાઈ તથા તેમની સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓની પૂછપરછ કરી સમગ્ર હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટનામાં જો કોઈ ગુનો બનતો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

સંબંધિત સમાચાર

નવસારી 31 min ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી અને વલસાડમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

બાળકોના વિરૂદ્ધ ગુનાઓ, અત્યાચાર અને શોષણના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો નવસારી, વલસાડ : બાળકોના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને નવસારી અને વલસાડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી અને વલસાડ જીલ્લાના કલેકટર, નિવાસી અધિક કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સહિત…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો