નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું
નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા હતા.
મહેસુલી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો અને અવાસ્તવિક તેમજ બિનજરૂરી લક્ષાંક પ્રેરિત કાર્યપદ્ધતિ અને ઓનલાઈન સિસ્ટમની વિસંગતતા તથા વહીવટી અને ફિલ્ડમાં જેનું અમલીકરણ શક્ય નથી તેવી મહેસુલી કર્મચારીઓ ઉપર નાંખવામાં આવતી અન્ય વિભાગની કામગીરી અંગે મહામંડળ દ્વારા મહેસુલ વિભાગ સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા મહેસુલ વિભાગ સામે મહેસુલી કર્મચારીઓમાં રોષની લાગણી ઉભી થઇ હતી.
એક માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વહીવટી મુદ્દા પૈકી એકપણ બાબત અંગે કોઈ નિર્ણય ન કરતા કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ હતી. તેમજ એક માસના સમયગાળા દરમિયાન પણ વિભાગ કક્ષાના અધિકારીઓ દ્વારા જીલ્લા કક્ષાના અધિકારી ઉપર દબાણ ઉભુ કરી કર્મચારીઓ ઉપર વધારાની કામગીરી નાંખવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.
એક માસથી વધુનો સમય વીતી ગયો છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા આખરે આજથી ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જેથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે.
હડતાળની સીધી અસર હવે સામાન્ય અરજદારો પર પડી શકે છે. મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો અને ગ્રામ પંચાયત સ્તરની મહેસૂલી કામગીરી ખોરવાતા વિવિધ દાખલાઓ, જમીન સંબંધિત દસ્તાવેજો અને સરકારી સેવાઓ માટે આવતા લોકોને ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ છે.
સરકાર અને કર્મચારીઓ વચ્ચેનો આ ટકરાવ કેટલો લાંબો ચાલે છે તે હવે મહત્વનું બન્યું છે. એક તરફ કર્મચારીઓ પોતાની 14 માંગણીઓના નિરાકરણ પર અડગ છે, તો બીજી તરફ હડતાળ લંબાશે તો તેની અસર સીધી સામાન્ય જનતા સુધી પહોંચવાની શક્યતા છે. હવે સરકાર માત્ર ખાતરી આપે છે કે ખરેખર નિર્ણય લે છે, તેના પર સમગ્ર મહેસૂલી તંત્રની નજર છે.
સંબંધિત સમાચાર
નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચોનવસારી અને વલસાડમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
બાળકોના વિરૂદ્ધ ગુનાઓ, અત્યાચાર અને શોષણના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો નવસારી, વલસાડ : બાળકોના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને નવસારી અને વલસાડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી અને વલસાડ જીલ્લાના કલેકટર, નિવાસી અધિક કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સહિત…
વધુ વાંચો




