ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ
ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે.
આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ ૧ માં ગાણિતિક નમૂનાઓ અંતર્ગત વિદ્યાર્થીનીઓ પ્રિન્સી તિવારી, જિયા આહિર અને ચાંદની તિવારી દ્વારા શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં તૈયાર થયેલ કૃતિ જીઓમેટ્રિક પાર્ક વિજેતા નીવડી હતી. હવે આ કૃતિ જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં રજૂ કરવામાં આવશે.
શાળાની આ સિદ્ધિને બિરદાવી ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખ અનિલભાઈ વશી, મંત્રી પ્રવિણભાઈ વશી અને ટ્રસ્ટી તથા હોદ્દેદારોએ શાળાના આચાર્ય અશ્વિનભાઈ પટેલ તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તથા જિલ્લા કક્ષાએ પણ વિજેતા નીવડે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોનવસારી અને વલસાડમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
બાળકોના વિરૂદ્ધ ગુનાઓ, અત્યાચાર અને શોષણના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો નવસારી, વલસાડ : બાળકોના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને નવસારી અને વલસાડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી અને વલસાડ જીલ્લાના કલેકટર, નિવાસી અધિક કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સહિત…
વધુ વાંચો




