તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

આહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

South Republic DeskSunday, 06 September 2026 2 મિનિટ વાંચન · 1 hr ago 0
આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની…

આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની હોસ્ટેલ તેમજ અનેક પરિવારોનાં રહેઠાણો આવેલા હોવાથી લોકોના આરોગ્ય અને બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કચરાના ઢગલાના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સાથે જ મચ્છર-માખીનો ઉપદ્રવ વધતા ગંદકી અને રોગચાળાનું જોખમ ઊભું થયું છે. રહેણાંક વિસ્તારની નજીક કચરો ઠલવાતો હોવાને કારણે બાળકો સહિત સ્થાનિક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યા અંગે ગ્રામપંચાયત સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર કચરા વ્યવસ્થાપન માટે અસરકારક અને કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી.

સ્થાનિકોએ સરપંચ અને ગ્રામપંચાયતને અપીલ કરી છે કે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કચરાના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ રહેણાંક વિસ્તાર અને હોસ્ટેલની નજીક કચરો નાખવાનું બંધ કરવામાં આવે.

અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે વર્ષોથી સમસ્યા યથાવત રહેતા હવે માત્ર વચનો નહીં પરંતુ નક્કર કાર્યવાહી જરૂરી છે. ગ્રામપંચાયત સ્તરે તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આહવા-દેવલપાડા વિસ્તારના અસરગ્રસ્ત પરિવારો આગામી ગ્રામપંચાયત ચૂંટણીમાં લોકશાહી રીતે બહિષ્કાર અંગે નિર્ણય લેવાની ચેતવણી આપી રહ્યા છે.

આ ઉપરાંત ગ્રામપંચાયત તરફથી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અસરગ્રસ્ત પરિવારો જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી સમગ્ર મામલે રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી રહ્યા છે.

સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ ગંદકી, બેદરકારી અને જાહેર આરોગ્યના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે છે. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે હવે વચનો નહીં, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવે અને આહવાને સ્વચ્છ તથા સ્વસ્થ બનાવવામાં આવે.

સંબંધિત સમાચાર

ડાંગ 31 min ago

સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો

લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

આહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું

ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલ યોજાઈ

આપત્તિ વ્યવસ્થાપન ટીમોની સજ્જતા ચકાસાઈ, એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરીનું લાઈવ નિદર્શન ડાંગ : નોટિફાઇડ એરિયા, સાપુતારા સ્થિત સર્પગંગા તળાવ ખાતે આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરીના હેતુસર સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા, નોટિફાઇડ એરિયા કચેરી, પોલીસ વિભાગ, આરોગ્ય…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

વઘઈ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ

વિદ્યાર્થીઓ અને સ્ટાફે સામૂહિક સ્વચ્છતા શપથ લીધા, પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો ડાંગ : વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “સ્વચ્છતા સાથે વિકાસની દિશામાં એક કદમ” સૂત્ર હેઠળ ગત રોજ વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા શપથ, સ્વચ્છતા ઝુંબેશ અંગે માર્ગદર્શન તેમજ ગુજરાતની વિકાસયાત્રા પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો