તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલ યોજાઈ

સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલ યોજાઈ

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
આપત્તિ વ્યવસ્થાપન ટીમોની સજ્જતા ચકાસાઈ, એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરીનું લાઈવ નિદર્શન ડાંગ : નોટિફાઇડ એરિયા, સાપુતારા સ્થિત સર્પગંગા તળાવ ખાતે આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરીના હેતુસર સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા, નોટિફાઇડ એરિયા કચેરી, પોલીસ વિભાગ, આરોગ્ય…

આપત્તિ વ્યવસ્થાપન ટીમોની સજ્જતા ચકાસાઈ, એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરીનું લાઈવ નિદર્શન

ડાંગ : નોટિફાઇડ એરિયા, સાપુતારા સ્થિત સર્પગંગા તળાવ ખાતે આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરીના હેતુસર સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા, નોટિફાઇડ એરિયા કચેરી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે સંયુક્ત રીતે ભાગ લઈ પોતાની સજ્જતા દર્શાવી હતી.

કામગીરીના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દરમિયાન પાણીમાં કોઈ વ્યક્તિના ડૂબી જવાની કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરીને એસડીઆરએફની ટીમ દ્વારા ડૂબતી વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવાની વિવિધ બચાવ પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે આપત્તિના સમયે ઉપયોગમાં લેવાતા આધુનિક બચાવ સાધનો, રેસ્ક્યુ પદ્ધતિઓ અને રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે ઉપસ્થિત ટીમોને વિગતવાર સમજ આપવામાં આવી હતી.

પાણીમાંથી બહાર કાઢવામાં આવેલી વ્યક્તિને એસડીઆરએફ અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સારવાર તથા તાત્કાલિક તબીબી સહાયનું લાઈવ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ સંયુક્ત મોકડ્રિલના સફળ આયોજનથી આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા તમામ વિભાગો વચ્ચેના આંતરિક સંકલન, ઝડપી પ્રતિભાવ અને ફ્લડ રેસ્ક્યુ ક્ષમતાનું પ્રાયોગિક મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

ડાંગ 30 min ago

સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો

લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

આહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું

ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

આહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

વઘઈ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ

વિદ્યાર્થીઓ અને સ્ટાફે સામૂહિક સ્વચ્છતા શપથ લીધા, પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો ડાંગ : વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “સ્વચ્છતા સાથે વિકાસની દિશામાં એક કદમ” સૂત્ર હેઠળ ગત રોજ વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા શપથ, સ્વચ્છતા ઝુંબેશ અંગે માર્ગદર્શન તેમજ ગુજરાતની વિકાસયાત્રા પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો