સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો
સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો
લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ
ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સાપુતારાના લેક ગાર્ડન પાસે આવેલી જાહેર ફૂટપાથ પર જાળીઓ લગાવી દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં ગેરકાયદેસર શેડ ઊભો કરાયો હોવાનો આક્ષેપ છે. આ જગ્યા પ્રવાસીઓની અવરજવર માટે મહત્વપૂર્ણ હોવા છતાં ફૂટપાથ બંધ કરી આ જગ્યા એક વ્યક્તિને હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવવા માટે ભાડે આપી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ગેરકાયદેસર બાંધકામ અને દબાણના મુદ્દે નવાગામની વિધવા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓ મોરચો લઈને સ્થળ પર પહોંચી હતી અને ચાલી રહેલું ગેરકાયદેસર કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યું હતું.
મહિલાઓએ આ મામલે સાપુતારા નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસર કલ્પના ચૌધરીને લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જાહેર ફૂટપાથ પર જાળીઓ લગાવી દેવાને કારણે સાપુતારા આવતા પ્રવાસીઓને ચાલીને જવામાં મોટો અવરોધ ઊભો થઈ રહ્યો છે.
મહિલાઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સાથે જ ચાલી રહેલું ગેરકાયદેસર બાંધકામ કાયમી ધોરણે અટકાવવામાં આવે તેમજ સરકારી જમીન અને જાહેર ફૂટપાથ પરથી દબાણ દૂર કરી રસ્તો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
આહવામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહ યોજાયો
ધારાસભ્ય વિજયભાઈ પટેલ, કલેક્ટર એન.ડી. પરમાર અને શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી સહિત…
વધુ વાંચોડાંગ સ્વરાજ આશ્રમ ખાતે રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ યોજાયો
હ્યુમનોઇડ રોબોટ, લાઇન ફોલોવર કાર અને ડ્રોનનું પ્રાયોગિક નિદર્શન; વિદ્યાર્થીઓએ જાતે સાધનો ચલાવ્યા ડાંગ : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ વલ્લભ વિદ્યાલય (ઉત્તર બુનિયાદી), આહવા ખાતે યોજાયો હતો. કાર્યક્રમ મિતેશ્વરી આર. પટેલ, વિજ્ઞાન શિક્ષક,…
વધુ વાંચોઆહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું
ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના…
વધુ વાંચોઆહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ
આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની…
વધુ વાંચો




