આહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું
આહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું
ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના પાયાની આસપાસની માટી ખસી જતાં પાયો ખુલ્લો પડ્યો છે, જ્યારે દિવાલના નીચેના ભાગમાં તિરાડો અને નુકસાનના નિશાન પણ જોવા મળે છે.
ચોમાસા દરમિયાન સતત વરસાદને કારણે ધોવાણ વધુ વધે તો આંગણવાડીની ઈમારતની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. આંગણવાડીમાં નાના બાળકો આવતા હોવાથી તેમની સુરક્ષા પણ મહત્વપૂર્ણ બની રહે છે.
સ્થાનિકો દ્વારા તંત્રનું ધ્યાન દોરી આંગણવાડીની આસપાસ તાત્કાલિક ધોવાણ અટકાવવાના પગલાં લેવા, સુરક્ષિત રિટેઇનિંગ વોલ બનાવવી તેમજ જરૂરી મરામત કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા સમયસર યોગ્ય કામગીરી કરવામાં આવે તો ચોમાસા દરમિયાન થનારા સંભવિત વધુ નુકસાનને અટકાવી શકાય તેમ છે.
સંબંધિત સમાચાર
સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો
લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો…
વધુ વાંચોઆહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ
આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની…
વધુ વાંચોસાપુતારાના સર્પગંગા તળાવ ખાતે સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલ યોજાઈ
આપત્તિ વ્યવસ્થાપન ટીમોની સજ્જતા ચકાસાઈ, એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરીનું લાઈવ નિદર્શન ડાંગ : નોટિફાઇડ એરિયા, સાપુતારા સ્થિત સર્પગંગા તળાવ ખાતે આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરીના હેતુસર સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા, નોટિફાઇડ એરિયા કચેરી, પોલીસ વિભાગ, આરોગ્ય…
વધુ વાંચોવઘઈ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ
વિદ્યાર્થીઓ અને સ્ટાફે સામૂહિક સ્વચ્છતા શપથ લીધા, પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો ડાંગ : વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “સ્વચ્છતા સાથે વિકાસની દિશામાં એક કદમ” સૂત્ર હેઠળ ગત રોજ વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા શપથ, સ્વચ્છતા ઝુંબેશ અંગે માર્ગદર્શન તેમજ ગુજરાતની વિકાસયાત્રા પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.…
વધુ વાંચો




