તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

વઘઈ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ

વઘઈ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
વિદ્યાર્થીઓ અને સ્ટાફે સામૂહિક સ્વચ્છતા શપથ લીધા, પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો ડાંગ : વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “સ્વચ્છતા સાથે વિકાસની દિશામાં એક કદમ” સૂત્ર હેઠળ ગત રોજ વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા શપથ, સ્વચ્છતા ઝુંબેશ અંગે માર્ગદર્શન તેમજ ગુજરાતની વિકાસયાત્રા પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.…

વિદ્યાર્થીઓ અને સ્ટાફે સામૂહિક સ્વચ્છતા શપથ લીધા, પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો

ડાંગ : વઘઈની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “સ્વચ્છતા સાથે વિકાસની દિશામાં એક કદમ” સૂત્ર હેઠળ ગત રોજ વિકાસ સપ્તાહ–2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા શપથ, સ્વચ્છતા ઝુંબેશ અંગે માર્ગદર્શન તેમજ ગુજરાતની વિકાસયાત્રા પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આચાર્ય ડૉ. જે. એમ. ભોયાએ સ્વચ્છતાના વાસ્તવિક અર્થને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર બાહ્ય સફાઈ કે પરિસર પૂરતી મર્યાદિત બાબત નથી, પરંતુ જીવનના તમામ ક્ષેત્રોમાં તેનું આગવું મહત્વ છે. સ્વચ્છતા એક ઉચ્ચ નૈતિક ગુણ છે, જેમાં જાગૃતિ, શ્રેષ્ઠ આદતો અને પ્રામાણિકતા સમાયેલી છે. તેમણે વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનમાં સક્રિયપણે જોડાવા પ્રેરક આહ્વાન કર્યું હતું.

“ગુજરાતની વિકાસયાત્રા” વિષય પર વ્યાખ્યાન આપતાં પ્રા. લક્ષ્મીબેન ગાયકવાડે વિકસિત ભારત–2047ના સંદર્ભમાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રદેશ કે દેશની ખરી પ્રગતિ તેના માનવ વિકાસ અને સજાગ નાગરિકો પર નિર્ભર છે. તેમણે ગુજરાત રાજ્ય દ્વારા હાંસલ કરાયેલી વિવિધ સિદ્ધિઓ અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમજ 2047ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આજના યુવાવર્ગનું યોગદાન સૌથી પાયારૂપ સાબિત થશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે કોલેજના તમામ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સ્વચ્છ અને હરિયાળા વાતાવરણના નિર્માણ માટે સામૂહિક સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન વિકાસ સપ્તાહના નોડલ ઓફિસર ડૉ. પ્રીતિબેન તથા સાથી અધ્યાપકો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

ડાંગ 30 min ago

સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો

લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

આહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું

ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

આહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલ યોજાઈ

આપત્તિ વ્યવસ્થાપન ટીમોની સજ્જતા ચકાસાઈ, એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરીનું લાઈવ નિદર્શન ડાંગ : નોટિફાઇડ એરિયા, સાપુતારા સ્થિત સર્પગંગા તળાવ ખાતે આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરીના હેતુસર સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા, નોટિફાઇડ એરિયા કચેરી, પોલીસ વિભાગ, આરોગ્ય…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો