આહવા ICDS ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
આહવા ICDS ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન; માતા-બાળ પોષણ અને સંતુલિત આહાર અંગે જાગૃતિનો સંદેશ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી ICDS કચેરીમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સંતુલિત વાનગીઓ તૈયાર કરી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વીણાબેન ગાંગુર્ડે, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જિગ્નેશભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલભાઈ ઠાકરે તથા તાલુકા પંચાયત સદસ્ય રાકેશ પવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ વાનગીઓનું નિરીક્ષણ કરી પોષણના મહત્વ અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન સંતુલિત આહાર, માતા-બાળ પોષણ તેમજ સ્વસ્થ સમાજના નિર્માણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણયુક્ત આહાર કેટલો મહત્વપૂર્ણ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા ‘સુપોષિત બાળક – સ્વસ્થ પરિવાર – સશક્ત સમાજ’નો સંદેશ આપવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…
વધુ વાંચોચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…
વધુ વાંચોબોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા
સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…
વધુ વાંચોવઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી
પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા…
વધુ વાંચો




