વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી
વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી
પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ
ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા અને વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક તથા વડા ડો. હર્ષદ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.
ટેક્નોલોજી વીક દરમિયાન કુલપતિ ડો. આર.એમ. નાયકે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન માટે ઉપલબ્ધ તમામ આયામોનો યોગ્ય ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. સાથે જ ખેડૂતોએ એકજૂથ થઈ પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગ કરવા અને મૂલ્યવર્ધન પર ભાર મૂકવો જોઈએ તેમ જણાવ્યું હતું.
સંશોધન નિયામક ડો. ટી.આર. અહલાવતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ સારા પરિણામ મેળવવા માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.આર. શર્માએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન થકી વધુ આવક મેળવવાની માહિતી આપી હતી.
ટેક્નિકલ સેશનમાં પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે ડો. એમ.ડી. ખૂંટ, ડો. ડી.એચ. ટંડેલ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં પ્રો. જૈમિન નાયક, ડો. વી.આર. નાયક અને ડો. લલિત મહાત્મા સહિતના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ખેડૂતોને જીવામૃત, બીજામૃત અને અગ્નિઅસ્ત્ર બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત પ્રાકૃતિક ખેતી પદ્ધતિના પાંચ આયામો, વિવિધ પાકોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તેની ઉપયોગિતા અંગે સમજણ આપવામાં આવી હતી.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના નિદર્શન ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં 280થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો.
સંબંધિત સમાચાર
આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…
વધુ વાંચોચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…
વધુ વાંચોબોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા
સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…
વધુ વાંચોઆહવાના મહાલપાડા ગામે રૂ. 4.50 લાખના નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
મધ્યમ વરસાદમાં જ નાળું ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ; ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામે એ.ટી.વી.ટી. યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા નાળાના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા અંદાજે રૂ. 4.50 લાખના આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના…
વધુ વાંચો




