તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

બોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા

બોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…

સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત

ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક જૈનિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આહવા-પૂર્વ રેન્જના કમ્પાર્ટમેન્ટ નં. 129ના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ થતું હોવાની બાતમી સ્થાનિક વન સ્ટાફને મળી હતી.

બાતમીના આધારે વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બોરખેત ખાતે રહેતા ભરતભાઈ નાનુભાઈ નિંબારે, તુકારામભાઈ નાનુભાઈ નિંબારે અને નરેન્દ્રભાઈ નાનુભાઈ નિંબારે સાગના વૃક્ષનું કટીંગ કરતા મળી આવ્યા હતા. વન વિભાગે ત્રણેયને રંગેહાથ ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ભરતભાઈ નાનુભાઈ નિંબારેના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંતાડવામાં આવેલા સાગના પાટિયા તેમજ રંધા મશીન મળી આવ્યા હતા, જેની અંદાજિત બજાર કિંમત ₹45,000 હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત કમ્પાર્ટમેન્ટ નં. 129ના જંગલ વિસ્તારમાંથી કાપવામાં આવેલા એક સાગના વૃક્ષનું કુલ ઘનફળ 2.365 ઘનમીટર હોવાનું સામે આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹85,000 ગણવામાં આવી છે.

આમ, વન વિભાગે સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા સાગના લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જંગલ સંપત્તિના ગેરકાયદેસર કટીંગ સામે થયેલી આ કાર્યવાહીથી લાકડાની ગેરકાયદે હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

સંબંધિત સમાચાર

ડાંગ 1 hr ago

આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી

રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

ચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ

48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી

પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

આહવાના મહાલપાડા ગામે રૂ. 4.50 લાખના નાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

મધ્યમ વરસાદમાં જ નાળું ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ; ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ગામે એ.ટી.વી.ટી. યોજના હેઠળ વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા નાળાના નિર્માણ કાર્યની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા અંદાજે રૂ. 4.50 લાખના આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો