તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવામાં દહીં હાંડીની ઉજવણીમાં પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારોએ મચાવી ધૂમ

આહવામાં દહીં હાંડીની ઉજવણીમાં પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારોએ મચાવી ધૂમ

South Republic DeskTuesday, 08 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
ડીજેના તાલે યુવાનો ઝૂમ્યા, પુષ્પા-શેખાવતના ડાયલોગ અને ગીતોથી મુખ્ય બજારમાં જામ્યો ઉત્સવનો માહોલ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દહીં હાંડીની ઉજવણી રંગારંગ માહોલમાં કરવામાં આવી હતી. આહવાના મુખ્ય બજારમાં યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મી પાત્રો પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હમશકલ કલાકારોની હાજરીથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.…

ડીજેના તાલે યુવાનો ઝૂમ્યા, પુષ્પા-શેખાવતના ડાયલોગ અને ગીતોથી મુખ્ય બજારમાં જામ્યો ઉત્સવનો માહોલ

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દહીં હાંડીની ઉજવણી રંગારંગ માહોલમાં કરવામાં આવી હતી. આહવાના મુખ્ય બજારમાં યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મી પાત્રો પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હમશકલ કલાકારોની હાજરીથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન ૐ શેષ ગ્રૂપ અને આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડાંગના ધારાસભ્ય તથા રાજ્યના મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તેમજ માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા.

દહીં હાંડીના કાર્યક્રમ દરમિયાન ડીજેની ધૂન પર પુષ્પા ફિલ્મના લોકપ્રિય ડાયલોગ અને ગીતો રજૂ કરવામાં આવતા યુવાનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારોની એન્ટ્રી થતાં જ સમગ્ર કાર્યક્રમ સ્થળે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

આહવાના મુખ્ય બજારમાં અંદાજે બે કલાક સુધી ડાન્સ અને સંગીતનો માહોલ જામ્યો હતો. ડીજેના તાલે યુવાનો મન મૂકીને નાચ્યા હતા, જેના કારણે મુખ્ય બજાર ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું. ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યુવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો દહીં હાંડીની ઉજવણીમાં જોડાયા હતા.

હમશકલ કલાકારોના અભિનય, પુષ્પા ફિલ્મના સંવાદો અને ગીતોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આહવા શહેરમાં દહીં હાંડીની ઉજવણીનો અનોખો માહોલ સર્જાયો હતો. પરંપરાગત દહીં હાંડીની ઉજવણી સાથે ફિલ્મી પાત્રોની રજૂઆત અને સંગીત-ડાન્સના કાર્યક્રમથી આહવામાં યોજાયેલી ઉજવણી યાદગાર બની હતી.

સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!

10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

જન્મદિવસની અનોખી ઉજવણી : સેવાધામના 70 જરૂરિયાતમંદ બાળકોને ભોજન અને કપડાંનું વિતર

સુરતના અભિષેક પટેલે પુત્રના જન્મદિવસને સમાજસેવા સાથે જોડ્યો, બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા સેવાધામ હોસ્ટેલમાં સુરતથી આવેલા અભિષેક તુલસીભાઈ પટેલ (આંબલા ગામ) દ્વારા પોતાના પુત્રના જન્મદિવસની અનોખી અને સેવાભાવી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે અભિષેકભાઈ પટેલે સેવાધામ હોસ્ટેલમાં રહેતા આશરે 70 જરૂરિયાતમંદ બાળકોને…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

ડાંગ જિલ્લાની તમામ 100 ગ્રામ પંચાયતોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

વઘઈ અંબામાતા મંદિર ખાતે શ્રમદાન સાથે વૃક્ષારોપણ, આહવા-સુબીરમાં પણ વ્યાપક લોકભાગીદારી ડાંગ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી, પર્યાવરણ સંતુલન અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી દર મહિનાના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ ઝુંબેશ’, ‘કેચ ધ રેઈન’ અને ‘વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

ડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ : કલ્પનાબેન મહાલાને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ

ગાંધીનગર ખાતે શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન ડાંગ : શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આહવા તાલુકાની ગોંદલવિહિર પ્રાથમિક શાળાના શિક્ષિકા કલ્પનાબેન મહાલાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના શિક્ષક સન્માન…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો