જન્મદિવસની અનોખી ઉજવણી : સેવાધામના 70 જરૂરિયાતમંદ બાળકોને ભોજન અને કપડાંનું વિતર
જન્મદિવસની અનોખી ઉજવણી : સેવાધામના 70 જરૂરિયાતમંદ બાળકોને ભોજન અને કપડાંનું વિતર
સુરતના અભિષેક પટેલે પુત્રના જન્મદિવસને સમાજસેવા સાથે જોડ્યો, બાળકોના ચહેરા પર ખુશી છવાઈ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા સેવાધામ હોસ્ટેલમાં સુરતથી આવેલા અભિષેક તુલસીભાઈ પટેલ (આંબલા ગામ) દ્વારા પોતાના પુત્રના જન્મદિવસની અનોખી અને સેવાભાવી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જન્મદિવસની ઉજવણી નિમિત્તે અભિષેકભાઈ પટેલે સેવાધામ હોસ્ટેલમાં રહેતા આશરે 70 જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવ્યું તેમજ કપડાંનું વિતરણ કર્યું હતું. બાળકો સાથે ખુશીની પળો વિતાવી તેમણે જન્મદિવસને માત્ર પોતાના પરિવાર પૂરતો સીમિત ન રાખી સમાજસેવાના કાર્ય સાથે જોડ્યો હતો.
આ પ્રસંગે બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. અભિષેકભાઈની આ પહેલે સમાજમાં જન્મદિવસની ઉજવણી સેવા, સહયોગ અને જરૂરિયાતમંદોની મદદ સાથે કરવાની પ્રેરણા પૂરી પાડી છે.
જન્મદિવસની સાચી ખુશી ત્યારે જ સાર્થક બને છે, જ્યારે આપણી ખુશીમાં જરૂરિયાતમંદના ચહેરા પર પણ સ્મિત આવે. અભિષેકભાઈ પટેલની આ સેવાભાવી પહેલને સેવાધામ પરિવાર તેમજ ઉપસ્થિત લોકોએ પ્રશંસનીય ગણાવી હતી.
સંબંધિત સમાચાર
આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!
10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ…
વધુ વાંચોડાંગ જિલ્લાની તમામ 100 ગ્રામ પંચાયતોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
વઘઈ અંબામાતા મંદિર ખાતે શ્રમદાન સાથે વૃક્ષારોપણ, આહવા-સુબીરમાં પણ વ્યાપક લોકભાગીદારી ડાંગ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી, પર્યાવરણ સંતુલન અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી દર મહિનાના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ ઝુંબેશ’, ‘કેચ ધ રેઈન’ અને ‘વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.…
વધુ વાંચોઆહવામાં દહીં હાંડીની ઉજવણીમાં પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારોએ મચાવી ધૂમ
ડીજેના તાલે યુવાનો ઝૂમ્યા, પુષ્પા-શેખાવતના ડાયલોગ અને ગીતોથી મુખ્ય બજારમાં જામ્યો ઉત્સવનો માહોલ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દહીં હાંડીની ઉજવણી રંગારંગ માહોલમાં કરવામાં આવી હતી. આહવાના મુખ્ય બજારમાં યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મી પાત્રો પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હમશકલ કલાકારોની હાજરીથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.…
વધુ વાંચોડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ : કલ્પનાબેન મહાલાને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
ગાંધીનગર ખાતે શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન ડાંગ : શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આહવા તાલુકાની ગોંદલવિહિર પ્રાથમિક શાળાના શિક્ષિકા કલ્પનાબેન મહાલાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના શિક્ષક સન્માન…
વધુ વાંચો




