તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!

આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!

South Republic DeskTuesday, 08 September 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ…

10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ દરમિયાન અહીં બે વખત RO પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી તેનો નિયમિત ઉપયોગ શરૂ થયો નથી. જેના કારણે જાહેર નાણાંના ખર્ચ અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આહવા તાલુકા તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી લોકો રોજબરોજ ખરીદી, સરકારી કામકાજ અને અન્ય જરૂરિયાતો માટે મુખ્ય મથક ખાતે આવે છે. પરંતુ જાહેર સ્થળે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને ગાંધી બાગમાં લોકો ફરવા અને બેસવા માટે આવે છે. આવા જાહેર સ્થળની નજીક પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો સ્થાનિકો તેમજ બહારથી આવતા લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. તેમ છતાં પાણીનું પરબ હોવા છતાં લોકો પાણી માટે વલખાં મારતા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.

બે વખત RO ફિટ થયું તો પછી ચાલુ કેમ ન થયું?

સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ લગાવવામાં આવ્યો હોવા છતાં તેને ચાલુ કેમ કરવામાં આવ્યો નહીં? જો પ્લાન્ટમાં ટેકનિકલ ખામી છે તો તેને દૂર કેમ કરવામાં આવતી નથી? અને જો પ્લાન્ટ ઉપયોગલાયક નથી તો તેના પાછળ થયેલા ખર્ચની જવાબદારી કોણ લેશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ગ્રામ પંચાયતની જવાબદારી સામે પણ સવાલ

મુખ્ય મથક આહવામાં જાહેર પાણીનું પરબ નિયમિત રીતે ચાલુ ન હોવાની બાબતે ગ્રામ પંચાયતની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જાહેર સ્થળોએ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું મૂળભૂત નાગરિક સુવિધાનો ભાગ છે.

ખાસ કરીને આહવા જેવા જિલ્લા મુખ્ય મથક પર ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા વધુ સુદૃઢ હોવી જરૂરી છે.

તંત્ર તાત્કાલિક તપાસ કરે તેવી માંગ

સ્થાનિકો દ્વારા ગાંધી બાગ પાસેના પાણીના પરબ અને RO પ્લાન્ટની તાત્કાલિક સ્થળ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે અત્યાર સુધીમાં થયેલા ખર્ચની વિગતો જાહેર કરવા અને પ્લાન્ટ શા માટે બંધ છે તેની સ્પષ્ટતા કરવાની પણ માંગ ઉઠી છે.

જો RO પ્લાન્ટ કાર્યરત થઈ શકે તેમ હોય તો તેને તાત્કાલિક શરૂ કરી લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ આહવા શહેરના અન્ય જાહેર સ્થળોએ પણ પાણીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

હવે જોવાનું એ છે કે લોકોના હિત સાથે જોડાયેલી આ મૂળભૂત સુવિધા અંગે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર ક્યારે પગલાં લે છે અને વર્ષોથી બંધ પડેલી પાણીની વ્યવસ્થા ક્યારે ખરેખર લોકોના ઉપયોગમાં આવે છે.

સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

જન્મદિવસની અનોખી ઉજવણી : સેવાધામના 70 જરૂરિયાતમંદ બાળકોને ભોજન અને કપડાંનું વિતર

સુરતના અભિષેક પટેલે પુત્રના જન્મદિવસને સમાજસેવા સાથે જોડ્યો, બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા સેવાધામ હોસ્ટેલમાં સુરતથી આવેલા અભિષેક તુલસીભાઈ પટેલ (આંબલા ગામ) દ્વારા પોતાના પુત્રના જન્મદિવસની અનોખી અને સેવાભાવી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે અભિષેકભાઈ પટેલે સેવાધામ હોસ્ટેલમાં રહેતા આશરે 70 જરૂરિયાતમંદ બાળકોને…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

ડાંગ જિલ્લાની તમામ 100 ગ્રામ પંચાયતોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

વઘઈ અંબામાતા મંદિર ખાતે શ્રમદાન સાથે વૃક્ષારોપણ, આહવા-સુબીરમાં પણ વ્યાપક લોકભાગીદારી ડાંગ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી, પર્યાવરણ સંતુલન અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી દર મહિનાના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ ઝુંબેશ’, ‘કેચ ધ રેઈન’ અને ‘વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

આહવામાં દહીં હાંડીની ઉજવણીમાં પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારોએ મચાવી ધૂમ

ડીજેના તાલે યુવાનો ઝૂમ્યા, પુષ્પા-શેખાવતના ડાયલોગ અને ગીતોથી મુખ્ય બજારમાં જામ્યો ઉત્સવનો માહોલ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દહીં હાંડીની ઉજવણી રંગારંગ માહોલમાં કરવામાં આવી હતી. આહવાના મુખ્ય બજારમાં યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મી પાત્રો પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હમશકલ કલાકારોની હાજરીથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

ડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ : કલ્પનાબેન મહાલાને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ

ગાંધીનગર ખાતે શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન ડાંગ : શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આહવા તાલુકાની ગોંદલવિહિર પ્રાથમિક શાળાના શિક્ષિકા કલ્પનાબેન મહાલાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના શિક્ષક સન્માન…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો