ડાંગ જિલ્લાની તમામ 100 ગ્રામ પંચાયતોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
ડાંગ જિલ્લાની તમામ 100 ગ્રામ પંચાયતોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
વઘઈ અંબામાતા મંદિર ખાતે શ્રમદાન સાથે વૃક્ષારોપણ, આહવા-સુબીરમાં પણ વ્યાપક લોકભાગીદારી
ડાંગ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી, પર્યાવરણ સંતુલન અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી દર મહિનાના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ ઝુંબેશ’, ‘કેચ ધ રેઈન’ અને ‘વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે સમગ્ર ડાંગ જિલ્લામાં વ્યાપક લોકભાગીદારી સાથે મહા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાનના ભાગરૂપે વઘઈ સ્થિત પવિત્ર અંબામાતા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિશેષ સફાઈ અભિયાન યોજાયું હતું. જેમાં વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન પાડવી સહિતના તાલુકા સદસ્યો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલભાઈ પટેલ સહિતના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ મંદિર પરિસરમાં હાથમાં ઝાડુ પકડી સામૂહિક શ્રમદાન કર્યું હતું અને જાહેર જનતાને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.
આ સાથે જ ‘એક પેડ મા કે નામ 3.0 અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આહવા અને સુબીર તાલુકામાં પણ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તેમજ ગ્રામ્ય સ્તરે સફાઈ કર્મીઓ, સ્વસહાય જૂથો, સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જાહેર માર્ગો, ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ અને શાળા પરિસરોની સફાઈ કરી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!
10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ…
વધુ વાંચોજન્મદિવસની અનોખી ઉજવણી : સેવાધામના 70 જરૂરિયાતમંદ બાળકોને ભોજન અને કપડાંનું વિતર
સુરતના અભિષેક પટેલે પુત્રના જન્મદિવસને સમાજસેવા સાથે જોડ્યો, બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા સેવાધામ હોસ્ટેલમાં સુરતથી આવેલા અભિષેક તુલસીભાઈ પટેલ (આંબલા ગામ) દ્વારા પોતાના પુત્રના જન્મદિવસની અનોખી અને સેવાભાવી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે અભિષેકભાઈ પટેલે સેવાધામ હોસ્ટેલમાં રહેતા આશરે 70 જરૂરિયાતમંદ બાળકોને…
વધુ વાંચોઆહવામાં દહીં હાંડીની ઉજવણીમાં પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારોએ મચાવી ધૂમ
ડીજેના તાલે યુવાનો ઝૂમ્યા, પુષ્પા-શેખાવતના ડાયલોગ અને ગીતોથી મુખ્ય બજારમાં જામ્યો ઉત્સવનો માહોલ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દહીં હાંડીની ઉજવણી રંગારંગ માહોલમાં કરવામાં આવી હતી. આહવાના મુખ્ય બજારમાં યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મી પાત્રો પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હમશકલ કલાકારોની હાજરીથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.…
વધુ વાંચોડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ : કલ્પનાબેન મહાલાને રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
ગાંધીનગર ખાતે શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન ડાંગ : શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આહવા તાલુકાની ગોંદલવિહિર પ્રાથમિક શાળાના શિક્ષિકા કલ્પનાબેન મહાલાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના શિક્ષક સન્માન…
વધુ વાંચો




