તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવામાં હેટ સ્પીચના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર

આહવામાં હેટ સ્પીચના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર

South Republic DeskTuesday, 08 September 2026 1 મિનિટ વાંચન · 58 min ago 0
ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ દ્વારા યશોદા દીદી સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ડાંગ : ડાંગ જિલ્લામાં સીતાવન, ઝરી/વાડયાવન અને સુબીર ખાતે મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને 31 ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કથિત ઉશ્કેરણીજનક નિવેદન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર અને જિલ્લા…

ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ દ્વારા યશોદા દીદી સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ

ડાંગ : ડાંગ જિલ્લામાં સીતાવન, ઝરી/વાડયાવન અને સુબીર ખાતે મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને 31 ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કથિત ઉશ્કેરણીજનક નિવેદન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ભારત આદિવાસી સંવિધાન સેનાના ડાંગ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ એસ. ઝાંબરે દ્વારા 7 સપ્ટેમ્બર, 2026ના રોજ આપવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાધ્વી યશોદા દીદી દ્વારા 31 ઓગસ્ટના કાર્યક્રમ દરમિયાન ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજને નિશાન બનાવતું કથિત ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યું હતું.

આવેદનપત્ર મુજબ, મૂર્તિ ખંડિત કરવાની ઘટનાના આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો ડાંગમાં ચર્ચ અને મસ્જિદો રહેવા નહીં દેવાની વાત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંગઠને આવા કથિત નિવેદનને શાંતિ, એકતા અને સામાજિક સૌહાર્દ માટે નુકસાનકારક ગણાવી તેની તપાસ કરવાની માંગ કરી છે.

સંગઠને જણાવ્યું છે કે મૂર્તિ ખંડિત કરવાની ઘટનાના જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ કોઈપણ ધર્મના લોકો કે ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા નિવેદનો સામે પણ કાયદા મુજબ પગલાં લેવાં જરૂરી છે.

આવેદનપત્રમાં કથિત નિવેદન અંગે બીએનએસની કલમ 196 અને 299 હેઠળ તપાસ કરી હેટ સ્પીચ બદલ યશોદા દીદી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ડાંગ જિલ્લામાં તમામ સમાજના લોકો વચ્ચે શાંતિ, ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

ડાંગ 56 min ago

ડાંગમાં સીતાવન ઘટના મુદ્દે સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠનનું કલેક્ટરને આવેદન

કથિત ઉશ્કેરણીજનક નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ અને જિલ્લામાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તેવી માંગ ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી તથા વાડયાવન ગામની વચ્ચે આવેલા સીતાવન ખાતે બનેલી ઘટનાને લઈને સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠન દ્વારા સોમવારે ડાંગ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંગઠને ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

આહવામાં વ્યવસાય વેરો, કચરો અને દબાણ સહિતના મુદ્દે વેપારીઓની બેઠક યોજાઈ

જાહેર ટોયલેટ, હાટ બજાર, ટ્રાફિક અને દબાણના પ્રશ્નો અંગે વેપારીઓની રજૂઆત; તંત્ર સાથે નિરાકરણ માટે ચર્ચા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામભાઈ સાવંત, તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી તેમજ તલાટી કમ મંત્રી પ્રશાંતભાઈની ઉપસ્થિતિમાં શહેરના વેપારીઓ સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

વાયદુન પ્રાથમિક શાળામાં ઈકો-ફ્રેન્ડલી જન્માષ્ટમીની અનોખી ઉજવણી

બાળકોને સીડ બોલ બનાવવાની તાલીમ સાથે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ અપાયો ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પૂર્ણા નદીના કાંઠે વસેલા વાયદુન ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઈકો-ફ્રેન્ડલી રીતે જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી સાથે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી…

વધુ વાંચો
ડાંગ 16 hr ago

આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!

10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો