તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગમાં સીતાવન ઘટના મુદ્દે સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠનનું કલેક્ટરને આવેદન

ડાંગમાં સીતાવન ઘટના મુદ્દે સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠનનું કલેક્ટરને આવેદન

South Republic DeskTuesday, 08 September 2026 1 મિનિટ વાંચન · 57 min ago 0
કથિત ઉશ્કેરણીજનક નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ અને જિલ્લામાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તેવી માંગ ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી તથા વાડયાવન ગામની વચ્ચે આવેલા સીતાવન ખાતે બનેલી ઘટનાને લઈને સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠન દ્વારા સોમવારે ડાંગ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંગઠને ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી…

કથિત ઉશ્કેરણીજનક નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ અને જિલ્લામાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તેવી માંગ

ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી તથા વાડયાવન ગામની વચ્ચે આવેલા સીતાવન ખાતે બનેલી ઘટનાને લઈને સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠન દ્વારા સોમવારે ડાંગ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંગઠને ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

સંગઠનના જણાવ્યા મુજબ, ગત 31 ઓગસ્ટના રોજ કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન એક સાધ્વી દ્વારા કરવામાં આવેલા કથિત ઉશ્કેરણીજનક ભાષણમાં સમગ્ર ખ્રિસ્તી સમાજને નિશાન બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં આવેલા ચર્ચોને લઈને કથિત ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ખ્રિસ્તી સમાજ સંગઠને આવા નિવેદનો સામે વિરોધ નોંધાવી ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચાડનાર તથા સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રશાસન સમક્ષ માંગ કરી છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, ડાંગ જિલ્લાની પ્રજા શાંતિપ્રિય છે અને વિવિધ ધર્મના લોકો વર્ષોથી પરસ્પર ભાઈચારાની લાગણી સાથે રહે છે. ધાર્મિક વિખવાદ ઊભો કરી જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન થાય તે માટે પ્રશાસન સતર્ક રહે તેવી માંગ કરવામાં આવી છે.

સંગઠને સંબંધિત વ્યક્તિઓ તથા સંગઠનો દ્વારા કરવામાં આવેલા કથિત ઉશ્કેરણીજનક નિવેદનો અંગે કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા તેમજ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે. સાથે જ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારા નિવેદનો અંગે જાહેરમાં માફી માંગવાની માંગ પણ કરવામાં આવી છે.

સમગ્ર મામલે પ્રશાસન દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે સંગઠને આહવા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

સંબંધિત સમાચાર

ડાંગ 58 min ago

આહવામાં હેટ સ્પીચના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ દ્વારા યશોદા દીદી સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ડાંગ : ડાંગ જિલ્લામાં સીતાવન, ઝરી/વાડયાવન અને સુબીર ખાતે મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને 31 ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કથિત ઉશ્કેરણીજનક નિવેદન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર અને જિલ્લા…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

આહવામાં વ્યવસાય વેરો, કચરો અને દબાણ સહિતના મુદ્દે વેપારીઓની બેઠક યોજાઈ

જાહેર ટોયલેટ, હાટ બજાર, ટ્રાફિક અને દબાણના પ્રશ્નો અંગે વેપારીઓની રજૂઆત; તંત્ર સાથે નિરાકરણ માટે ચર્ચા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામભાઈ સાવંત, તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી તેમજ તલાટી કમ મંત્રી પ્રશાંતભાઈની ઉપસ્થિતિમાં શહેરના વેપારીઓ સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

વાયદુન પ્રાથમિક શાળામાં ઈકો-ફ્રેન્ડલી જન્માષ્ટમીની અનોખી ઉજવણી

બાળકોને સીડ બોલ બનાવવાની તાલીમ સાથે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ અપાયો ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પૂર્ણા નદીના કાંઠે વસેલા વાયદુન ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઈકો-ફ્રેન્ડલી રીતે જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી સાથે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી…

વધુ વાંચો
ડાંગ 16 hr ago

આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!

10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો