તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવામાં વ્યવસાય વેરો, કચરો અને દબાણ સહિતના મુદ્દે વેપારીઓની બેઠક યોજાઈ

આહવામાં વ્યવસાય વેરો, કચરો અને દબાણ સહિતના મુદ્દે વેપારીઓની બેઠક યોજાઈ

South Republic DeskTuesday, 08 September 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
જાહેર ટોયલેટ, હાટ બજાર, ટ્રાફિક અને દબાણના પ્રશ્નો અંગે વેપારીઓની રજૂઆત; તંત્ર સાથે નિરાકરણ માટે ચર્ચા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામભાઈ સાવંત, તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી તેમજ તલાટી કમ મંત્રી પ્રશાંતભાઈની ઉપસ્થિતિમાં શહેરના વેપારીઓ સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે…

જાહેર ટોયલેટ, હાટ બજાર, ટ્રાફિક અને દબાણના પ્રશ્નો અંગે વેપારીઓની રજૂઆત; તંત્ર સાથે નિરાકરણ માટે ચર્ચા

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામભાઈ સાવંત, તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી તેમજ તલાટી કમ મંત્રી પ્રશાંતભાઈની ઉપસ્થિતિમાં શહેરના વેપારીઓ સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન દુકાનોના વ્યવસાય વેરાની આકારણી કરી વેરો વસૂલવા તેમજ દુકાનોની આગળ કચરો ન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વેપારીઓ દ્વારા જાહેર ટોયલેટની સુવિધા, હાટ બજારની વ્યવસ્થા તેમજ સરદાર બજાર વિસ્તારમાં દુકાનોની આગળના ભાગમાં અને મુખ્ય માર્ગ પર થતા દબાણ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

મુખ્ય માર્ગ અને રસ્તા પર બેસીને વેપાર કરતા વેપારીઓને કાયમી દુકાન કે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે અંગે પણ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓએ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને જાહેર માર્ગ પરના દબાણને કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ તરફ તંત્રનું ધ્યાન દોર્યું હતું.

બેઠક દરમિયાન વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો સાંભળી તેમના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આહવા શહેરના વિકાસ અને વ્યવસ્થામાં વેપારીઓ તથા સ્થાનિક તંત્ર વચ્ચે વધુ સારું સંકલન રહે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આહવા નગરના મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. વેપારીઓ અને તંત્ર વચ્ચે યોજાયેલી આ બેઠકને શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

ડાંગ 56 min ago

ડાંગમાં સીતાવન ઘટના મુદ્દે સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠનનું કલેક્ટરને આવેદન

કથિત ઉશ્કેરણીજનક નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ અને જિલ્લામાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તેવી માંગ ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી તથા વાડયાવન ગામની વચ્ચે આવેલા સીતાવન ખાતે બનેલી ઘટનાને લઈને સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠન દ્વારા સોમવારે ડાંગ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંગઠને ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી…

વધુ વાંચો
ડાંગ 58 min ago

આહવામાં હેટ સ્પીચના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ દ્વારા યશોદા દીદી સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ડાંગ : ડાંગ જિલ્લામાં સીતાવન, ઝરી/વાડયાવન અને સુબીર ખાતે મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને 31 ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કથિત ઉશ્કેરણીજનક નિવેદન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર અને જિલ્લા…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

વાયદુન પ્રાથમિક શાળામાં ઈકો-ફ્રેન્ડલી જન્માષ્ટમીની અનોખી ઉજવણી

બાળકોને સીડ બોલ બનાવવાની તાલીમ સાથે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ અપાયો ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પૂર્ણા નદીના કાંઠે વસેલા વાયદુન ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઈકો-ફ્રેન્ડલી રીતે જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી સાથે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી…

વધુ વાંચો
ડાંગ 16 hr ago

આહવામાં પાણીનું પરબ બન્યું ‘શોભાના ગાંઠિયા’!

10 વર્ષમાં બે વખત RO પ્લાન્ટ ફિટ થયો છતાં પાણીની એક બુંદ નહીં, ગ્રામ પંચાયત અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગાંધી બાગ નજીક આવેલું જાહેર પાણીનું પરબ હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે 10 વર્ષ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો