આહવામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહ યોજાયો
આહવામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહ યોજાયો
ધારાસભ્ય વિજયભાઈ પટેલ, કલેક્ટર એન.ડી. પરમાર અને શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી સહિત શિક્ષકો અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી એક તાસ લઈ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસનું મહત્વ, શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવાની તકો તેમજ સારા ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સમારોહ દરમિયાન વર્ષ 2026ના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી પામેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા અને જિલ્લા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આહવા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી અનીતાકુમારી સોમાભાઈ આહીર, ઉપ શિક્ષક, પ્રાથમિક શાળા ગાવઠાન (કડમાળ), તા. આહવાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં હેતલબેન કરશનભાઈ પટેલ, ઉપ શિક્ષક, પ્રાથમિક શાળા આંબાપાડા, તા. આહવાને પ્રાથમિક વિભાગમાં; રીનાબેન બંકુભાઈ કોકણી, મદદનીશ શિક્ષક, જનતા હાઈસ્કૂલ શામગહાન, તા. આહવાને માધ્યમિક વિભાગમાં અને અંકુર ગુલાબભાઈ ગામીત, મદદનીશ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવાને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહાનુભાવોના હસ્તે તમામ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શિક્ષક દિનના આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
સમારોહ દરમિયાન શિક્ષકોને પ્રોત્સાહિત કરતાં જણાવાયું હતું કે શિક્ષક માત્ર જ્ઞાન આપવાનું કાર્ય કરતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનને ઘડવામાં અને તેમના ભવિષ્યના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમથી શિક્ષકોમાં નવી ઉર્જા અને પ્રેરણાનો સંચાર થયો હતો.
સંબંધિત સમાચાર
ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ યોજાયો
હ્યુમનોઇડ રોબોટ, લાઇન ફોલોવર કાર અને ડ્રોનનું પ્રાયોગિક નિદર્શન; વિદ્યાર્થીઓએ જાતે સાધનો ચલાવ્યા ડાંગ : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ વલ્લભ વિદ્યાલય (ઉત્તર બુનિયાદી), આહવા ખાતે યોજાયો હતો. કાર્યક્રમ મિતેશ્વરી આર. પટેલ, વિજ્ઞાન શિક્ષક,…
વધુ વાંચોસાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો
લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો…
વધુ વાંચોઆહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું
ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના…
વધુ વાંચોઆહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ
આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની…
વધુ વાંચો




