તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ યોજાયો

ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ યોજાયો

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
હ્યુમનોઇડ રોબોટ, લાઇન ફોલોવર કાર અને ડ્રોનનું પ્રાયોગિક નિદર્શન; વિદ્યાર્થીઓએ જાતે સાધનો ચલાવ્યા ડાંગ : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ વલ્લભ વિદ્યાલય (ઉત્તર બુનિયાદી), આહવા ખાતે યોજાયો હતો. કાર્યક્રમ મિતેશ્વરી આર. પટેલ, વિજ્ઞાન શિક્ષક,…

હ્યુમનોઇડ રોબોટ, લાઇન ફોલોવર કાર અને ડ્રોનનું પ્રાયોગિક નિદર્શન; વિદ્યાર્થીઓએ જાતે સાધનો ચલાવ્યા

ડાંગ : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ વલ્લભ વિદ્યાલય (ઉત્તર બુનિયાદી), આહવા ખાતે યોજાયો હતો.

કાર્યક્રમ મિતેશ્વરી આર. પટેલ, વિજ્ઞાન શિક્ષક, વલ્લભ વિદ્યાલય ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આઈ.પી. ઓફિસર મુકેશભાઈ ગાયકવાડ દ્વારા વિદ્યાર્થીઓને રોબોટિક્સ અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

આ દરમિયાન વિદ્યાર્થીઓને હ્યુમનોઇડ રોબોટ, લાઇન ફોલોવર કાર અને ડ્રોન જેવા મોડેલ બતાવી તેમના વ્યવહારૂ જીવનમાં થતા ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રીમોટ કંટ્રોલની મદદથી હ્યુમનોઇડ રોબોટ, લાઇન ફોલોવર કાર અને ડ્રોન જેવા સાધનો જાતે ચલાવી પ્રાયોગિક અનુભવ મેળવ્યો હતો.

કાર્યક્રમમાં આશરે 45 વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ સહભાગી થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન સંવાદક સાગર એસ. વ્યવહારે દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

ડાંગ 2 hr ago

આહવામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહ યોજાયો

ધારાસભ્ય વિજયભાઈ પટેલ, કલેક્ટર એન.ડી. પરમાર અને શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી સહિત…

વધુ વાંચો
ડાંગ 3 hr ago

સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો

લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો…

વધુ વાંચો
ડાંગ 4 hr ago

આહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું

ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના…

વધુ વાંચો
ડાંગ 4 hr ago

આહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ

આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી આશરે 100 મીટરના અંતરે બાળકોની…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો