તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

આહવામાં વીજ લાઇન સાથે ચેડા કરતા વીજ પુરવઠો ખોરવાયો

આહવામાં વીજ લાઇન સાથે ચેડા કરતા વીજ પુરવઠો ખોરવાયો

South Republic DeskWednesday, 09 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
અજાણ્યા ઈસમોની કરતૂતથી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં અંધારપટ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા વીજ પુરવઠાની લાઇન સાથે ચેડા કરવામાં આવતા થોડા સમય માટે વીજળી બંધ થઈ હતી. આ બનાવને પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ,…

અજાણ્યા ઈસમોની કરતૂતથી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં અંધારપટ

ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા વીજ પુરવઠાની લાઇન સાથે ચેડા કરવામાં આવતા થોડા સમય માટે વીજળી બંધ થઈ હતી. આ બનાવને પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, આહવા ખાતે ટ્રાન્સફોર્મર સેન્ટરના ફ્યુઝ બોક્સમાંથી ફ્યુઝ કાઢીને ફેંકી દેવામાં આવ્યા હતા. ઉપરાંત વેરિયસ કોલોની, ખેતીવાડી કોલોની તેમજ 11 કેવીની મુખ્ય લાઇનના પૂર્વ રેન્જ ઓફિસ નજીક આવેલી સ્વીચ સાથે પણ ચેડાં કરવામાં આવ્યા હતા. આ કારણે સિવિલ હોસ્પિટલની આગળના વિસ્તાર, ખેતીવાડી કોલોની અને વેરિયસ કોલોનીમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. રાત્રે આશરે 8:45 વાગ્યેથી 9:15 વાગ્યાની વચ્ચે અજાણ્યા ઈસમો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

વીજ પુરવઠો બંધ થયાની જાણ થતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની આહવા પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

આ સમગ્ર બનાવ અંગે આહવા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર દ્વારા આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી વીજ લાઇન સાથે ચેડાં કરનાર અજાણ્યા ઈસમોની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

ડાંગ 1 day ago

ડાંગમાં સીતાવન ઘટના મુદ્દે સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠનનું કલેક્ટરને આવેદન

કથિત ઉશ્કેરણીજનક નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ અને જિલ્લામાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તેવી માંગ ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી તથા વાડયાવન ગામની વચ્ચે આવેલા સીતાવન ખાતે બનેલી ઘટનાને લઈને સમગ્ર ખ્રિસ્તી સમાજ સંગઠન દ્વારા સોમવારે ડાંગ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સંગઠને ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી…

વધુ વાંચો
ડાંગ 1 day ago

આહવામાં હેટ સ્પીચના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ દ્વારા યશોદા દીદી સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ડાંગ : ડાંગ જિલ્લામાં સીતાવન, ઝરી/વાડયાવન અને સુબીર ખાતે મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને 31 ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કથિત ઉશ્કેરણીજનક નિવેદન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર અને જિલ્લા…

વધુ વાંચો
ડાંગ 1 day ago

આહવામાં વ્યવસાય વેરો, કચરો અને દબાણ સહિતના મુદ્દે વેપારીઓની બેઠક યોજાઈ

જાહેર ટોયલેટ, હાટ બજાર, ટ્રાફિક અને દબાણના પ્રશ્નો અંગે વેપારીઓની રજૂઆત; તંત્ર સાથે નિરાકરણ માટે ચર્ચા ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામભાઈ સાવંત, તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી તેમજ તલાટી કમ મંત્રી પ્રશાંતભાઈની ઉપસ્થિતિમાં શહેરના વેપારીઓ સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે…

વધુ વાંચો
ડાંગ 1 day ago

વાયદુન પ્રાથમિક શાળામાં ઈકો-ફ્રેન્ડલી જન્માષ્ટમીની અનોખી ઉજવણી

બાળકોને સીડ બોલ બનાવવાની તાલીમ સાથે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ અપાયો ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પૂર્ણા નદીના કાંઠે વસેલા વાયદુન ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે ઈકો-ફ્રેન્ડલી રીતે જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી સાથે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો