ઐતિહાસિક દાંડી ખાતે ગુજરાત ટુરિઝમના ઉપક્રમે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી
ઐતિહાસિક દાંડી ખાતે ગુજરાત ટુરિઝમના ઉપક્રમે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી
મંત્રી નરેશભાઈ પટેલે ગાંધીજીના વિચારો નવી પેઢી સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો; ભાવિન શાસ્ત્રીની સંગીતમય રજૂઆતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
નવસારી : ગુજરાત ટુરિઝમના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ખાતે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું પ્રેરણાદાયી જીવન અને દેશની આઝાદીની લડતમાં તેમનું અમૂલ્ય યોગદાન સમગ્ર દેશ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશીના વિચારોના માધ્યમથી દેશવાસીઓને એકત્રિત કરી અંગ્રેજ શાસન સામે જનઆંદોલન ઊભું કર્યું હતું. ઐતિહાસિક દાંડીકૂચ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની મહત્વપૂર્ણ ઘટના બની રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીજીના વિચારો અને જીવનમૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ, સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ, સ્થાનિક કારીગરો અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન તથા આત્મનિર્ભરતાનો સંદેશ ગાંધીજીના જીવનમાંથી મળે છે. તેમની જીવનશૈલી અને વિચારો આવનારી પેઢી માટે પથદર્શક બની રહેશે.
ગાંધી જયંતિ મહોત્સવના ભાગરૂપે યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં જાણીતા કલાકાર ભાવિન શાસ્ત્રીએ સંગીતમય રજૂઆતો કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની વિવિધ રજૂઆતોને જનમેદનીએ ઉત્સાહપૂર્વક વધાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાંડી ખાતે આનંદમય માહોલ જોવા મળ્યો હતો.
આ મહોત્સવમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોર મામલતદાર મૃણાલદાન ઇસરાની, કાળુભાઈ ડાંગર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…
વધુ વાંચોઆમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…
વધુ વાંચોનવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન
નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…
વધુ વાંચોનવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ
મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…
વધુ વાંચો




