તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી

નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી

South Republic DeskFriday, 02 October 2026 2 મિનિટ વાંચન · 47 min ago 0
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…

કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ

નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં આવ્યું નથી. ત્યારે નવસારી મહાનગરપાલિકા સર્વિસ રોડને વ્યવસ્થિત બનાવે તેવી માંગ ઉઠી છે.

છાપરા ચોકડીથી એરૂ ચાર રસ્તા સુધીના માર્ગ પર ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન નજીક રેલવે લાઇન પસાર થાય છે. અગાઉ રેલવે ફાટક લાંબા સમય સુધી બંધ રહેતાં વાહનચાલકોનો સમય અને ઇંધણ વેડફાતાં હતાં. આ સમસ્યાના નિવારણ માટે નવસારી જિલ્લા પંચાયત દ્વારા ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેનો એક છેડો હાંસાપોર-મંદિર ગામ તરફ પણ ઉતારવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઇટાળવા, દાંતેજ, છાપરા, એરૂ સહિતનાં ગામોને પાલિકા વિસ્તારમાં સમાવી નવસારી મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આથી ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની જવાબદારી પણ નવસારી મનપા હેઠળ આવી હતી.

ઓવરબ્રિજ બન્યા બાદ બનાવવામાં આવેલા સર્વિસ રોડનો ઉપયોગ વાહનચાલકો ગાંધીસ્મૃતિથી મંકોડિયા સુધીના રિંગરોડ તરફ જવા માટે કરે છે. તેથી આ માર્ગ પર વાહનોની અવરજવર વધુ રહે છે. જોકે ઘણા સમય અગાઉ કામ અર્થે સર્વિસ રોડ ખોદવામાં આવ્યો હતો. કામ પૂર્ણ થયા બાદ પણ ઓવરબ્રિજની બંને બાજુનો સર્વિસ રોડ ફરી બનાવવામાં આવ્યો નથી.

ચોમાસા દરમિયાન બિસ્માર રોડ પર કાદવ-કીચડ થતાં રસ્તો લપસણો બન્યો હતો, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવતો હતો. હાલમાં વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઊડે છે અને પાછળ આવતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે. ઉબડખાબડ રસ્તાના કારણે વાહન પર નિયંત્રણ જાળવવામાં પણ તકલીફ પડતી હોવાથી અકસ્માતનું જોખમ રહે છે.

નવસારી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ સમસ્યાને ધ્યાને લઈ ઓવરબ્રિજની બંને બાજુના સર્વિસ રોડનું યોગ્ય સમારકામ કરાવે તેવી વાહનચાલકોની માંગ છે.

સ્ટ્રીટ લાઇટોની ચકાસણી અને રખડતાં ઢોરોનો ઉપદ્રવ દૂર કરવાની માંગ

ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પર રાત્રિ દરમિયાન વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે. જોકે ઘણી વખત ખામીના કારણે લાઇટો બંધ રહેતાં લોકોને હાલાકી પડે છે.

આ ઉપરાંત ઓવરબ્રિજ પર રસ્તાની વચ્ચોવચ રખડતાં ઢોરો બેસી જતાં હોવાથી અકસ્માતનો ભય રહે છે. મનપા સ્ટ્રીટ લાઇટોની નિયમિત ચકાસણી કરે અને રખડતાં ઢોરોને ઓવરબ્રિજ પર આવતાં રોકવા પગલાં ભરે તેવી વાહનચાલકોની માંગ છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 49 min ago

આમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?

કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…

વધુ વાંચો
નવસારી 52 min ago

નવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન

નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…

વધુ વાંચો
નવસારી 54 min ago

નવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ

મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ઐતિહાસિક દાંડી ખાતે ગુજરાત ટુરિઝમના ઉપક્રમે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી

મંત્રી નરેશભાઈ પટેલે ગાંધીજીના વિચારો નવી પેઢી સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો; ભાવિન શાસ્ત્રીની સંગીતમય રજૂઆતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા નવસારી : ગુજરાત ટુરિઝમના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ખાતે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો