નવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન
નવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન
નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ
નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે મોકલાતી શંકાસ્પદ એપીકે ફાઇલોથી સાવધાન રહેવા ચેતવણી આપી છે.
સાયબર ઠગો સોશિયલ મીડિયા પર સસ્તા દરે ગરબા પાસ આપવાની લાલચ આપી લોકોને નકલી વેબસાઇટ કે લિંક પર લઈ જાય છે. કેટલાક કિસ્સામાં નકલી ડિજિટલ પાસના નામે ઓનલાઈન પેમેન્ટ કરાવી લેવામાં આવે છે, પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ પાસ માન્ય ન હોવાનું સામે આવે છે.
બીજી તરફ, વોટ્સએપ પર ગરબા પાસ અથવા ડિસ્કાઉન્ટ કૂપનના નામે એપીકે ફાઇલ મોકલી લોકોને તે ઇન્સ્ટોલ કરવા પ્રેરિત કરવામાં આવે છે. આવી શંકાસ્પદ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી મોબાઇલની સંવેદનશીલ માહિતી અને વિવિધ એકાઉન્ટ્સ જોખમમાં મુકાઈ શકે છે. સાયબર ઠગો વોટ્સએપ, યુપીઆઈ તથા ઇન્ટરનેટ બેન્કિંગ સાથે જોડાયેલી માહિતીનો દુરુપયોગ કરી નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે.
નવસારી સાયબર ક્રાઇમના પીઆઈ ઉમંગ મોદીએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ગરબા પાસ હંમેશાં આયોજકના અધિકૃત કાઉન્ટર અથવા સત્તાવાર વેબસાઇટ પરથી જ ખરીદવા જણાવાયું છે. સાથે જ વોટ્સએપ પર મળતી અજાણી લિંક પર ક્લિક ન કરવા, અજાણ્યા ક્યુઆર કોડ સ્કેન ન કરવા અને શંકાસ્પદ એપીકે ફાઇલ ઇન્સ્ટોલ ન કરવા સૂચના આપવામાં આવી છે.
ઈ-ત્રિશૂલ એપથી લિંક અને ક્યુઆર કોડની ચકાસણી
નાગરિકોને સાયબર ઠગાઈથી બચાવવા નવસારી પોલીસ દ્વારા ‘ઈ-ત્રિશૂલ’ નામની મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન વિકસાવવામાં આવી હોવાનું જણાવાયું છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હોવાનું પણ જણાવાયું છે.
એપ્લિકેશનની મદદથી મોબાઇલમાં રહેલી એપ્સની સુરક્ષા અંગે માહિતી મેળવી શકાય છે. ઉપરાંત, ઓનલાઈન પાસ ખરીદવાના માધ્યમો, શંકાસ્પદ લિંક્સ અને ક્યુઆર કોડની ચકાસણી કરવામાં પણ મદદ મળે છે.
નવરાત્રિ દરમિયાન ઓનલાઈન વ્યવહારો વધતા નાગરિકોને સાવચેતી રાખવા તથા અજાણી એપ્લિકેશન કે લિંકનો ઉપયોગ કરતાં પહેલાં તેની વિશ્વસનીયતા ચકાસવા અપીલ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…
વધુ વાંચોઆમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…
વધુ વાંચોનવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ
મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…
વધુ વાંચોઐતિહાસિક દાંડી ખાતે ગુજરાત ટુરિઝમના ઉપક્રમે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી
મંત્રી નરેશભાઈ પટેલે ગાંધીજીના વિચારો નવી પેઢી સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો; ભાવિન શાસ્ત્રીની સંગીતમય રજૂઆતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા નવસારી : ગુજરાત ટુરિઝમના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ખાતે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…
વધુ વાંચો




