નવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ
નવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ
મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના
નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને કચરામુક્ત અને સ્વચ્છ બનાવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે કમિશનરે ગત રાત્રે વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ કચરાના નિકાલ અને સફાઈ વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નગરજનોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત પણ કર્યા હતા.
નિરીક્ષણ દરમિયાન દૂધિયા તળાવ શાકભાજી માર્કેટ, શાંતાદેવી રોડ, વિજલપોર શાકભાજી માર્કેટ તેમજ મોડી રાત સુધી કાર્યરત વિવિધ ફૂડ કોર્ટ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. કમિશનર સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વસાણી, ઘન કચરા વ્યવસ્થાપન તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ, સુપરવાઇઝર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન કમિશનરે જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર ખુલ્લામાં કચરો ફેંકતા વેપારીઓ તથા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વારંવાર કચરો જમા થતો હોય તેવાં સંવેદનશીલ સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા ૨૪ કલાક દેખરેખ ગોઠવવા અને જરૂર જણાય ત્યાં સુરક્ષા કર્મચારીઓ મૂકવા પણ સૂચના આપવામાં આવી હતી.
જાહેર માર્ગો પર કચરો, એંઠવાડ કે પ્લાસ્ટિક ફેંકનારા દુકાનદારો, લારી-ગલ્લાધારકો તથા અન્ય વ્યક્તિઓ સામે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરવા કમિશનરે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
સંબંધિત સમાચાર
નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…
વધુ વાંચોઆમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…
વધુ વાંચોનવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન
નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…
વધુ વાંચોઐતિહાસિક દાંડી ખાતે ગુજરાત ટુરિઝમના ઉપક્રમે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી
મંત્રી નરેશભાઈ પટેલે ગાંધીજીના વિચારો નવી પેઢી સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો; ભાવિન શાસ્ત્રીની સંગીતમય રજૂઆતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા નવસારી : ગુજરાત ટુરિઝમના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ખાતે ગાંધી જયંતિ મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…
વધુ વાંચો




