ભુવાનગરી તરીકે જાણીતા નવસારીમાં વધુ એક ભૂવો પડ્યો
ભુવાનગરી તરીકે જાણીતા નવસારીમાં વધુ એક ભૂવો પડ્યો
નવસારી કલેકટર કચેરી-પ્રાંત કચેરી સામેના મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો, બેરીકેટ મૂકી જગ્યા બ્લોક કરાઈ
નવસારી : ભુવાનગરી તરીકે જાણીતા નવસારીમાં વધુ એક ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ વખતે તો ભૂવો નવસારી કલેકટર-પ્રાંત કચેરી સામેથી પસાર થતા મુખ્ય રસ્તા પર જ પડ્યો છે. જોકે બેરીકેટ મૂકી જગ્યા બ્લોક કરવામાં આવી છે.
નવસારી શહેર ભુવાનગરી તરીકે ઓળખાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવાઓ પડવાની ઘટનાઓ બને છે. પહેલા તો ખાસ કરીને નવસારી પશ્ચિમ ભાગે આવેલા જલાલપોર રોડ પર ભૂવાઓ પડતા હતા. પરંતુ હવે નવસારી પૂર્વ ભાગના વિવિધ વિસ્તારોમાં પણ ભૂવાઓ પડે છે.
નવસારીમાં જુનાથાણાથી કાલીયાવાડી થઈ ગ્રીડ તરફ જવા માટે મુખ્ય રસ્તો પસાર થાય છે. આ રસ્તા પરથી રોજબરોજ લાખો નાના-મોટા વાહનો, ટ્રકો, ટેમ્પા, એસ.ટી. બસ સહિતના વાહનો પસાર થાય છે. કાલીયાવાડી પાસેના મુખ્ય રસ્તાને અડીને એક તરફ કલેકટર કચેરી અને બીજી તરફ પ્રાંત કચેરી આવેલી છે. જિલ્લા કક્ષાની કચેરી હોવાથી રોજ હજારો અરજદારો અહીં આવે છે. ત્યારે જુનાથાણાથી કાલીયાવાડી થઈ ગ્રીડ સુધીનો રસ્તો નવસારીના સૌથી વ્યસ્ત રસ્તાઓ પૈકીનો એક છે.
આજે કાલીયાવાડી સ્થિત કલેકટર-પ્રાંત કચેરી સામેથી પસાર થતા મુખ્ય રસ્તા પર ભૂવો પડવાની ઘટના બની હતી. જેથી ભૂવો પડેલી જગ્યાએ બેરીકેટ અને ઝાડની ડાળીઓ મૂકી તે જગ્યા બ્લોક કરવામાં આવી હતી.
ગ્રીડ પાસેથી નેશનલ હાઈવે નં. 48 પસાર થાય છે. બીજી તરફ વિરાવળ પૂર્ણા નદી પરનો ઓવરબ્રિજ મોટા-ભારે વાહનો માટે બંધ કરી દેવાયો છે. જેથી એસ.ટી. ડેપોની બસ અને અન્ય મોટા વાહનો જુનાથાણાથી કાલીયાવાડી થઈ ગ્રીડ હાઈવે પર જાય છે. ત્યારે નવસારીના સૌથી વ્યસ્ત રસ્તા પર ભૂવો પડવાની ઘટનાથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભય સાથે ચિંતા જોવા મળી છે.
નવસારી મનપા વિસ્તારમાં ભૂવાઓ પડવાનું કારણ જાણવાને બદલે અગાઉ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાએ “ભૂવાઓ પડશે જ, સંયમ રાખજો” તેવું જણાવ્યું હતું. ત્યારે પાલિકાના અધિકારીઓની કામગીરી અને મેયરના જવાબથી શહેરની પ્રજામાં અસંતોષ જોવા મળ્યો છે.
મનપાના ઉચ્ચ અધિકારીઓને સોઈલ ટેસ્ટ રિપોર્ટની ખબર છે ખરી?
જુનાથાણાથી કાલીયાવાડી તરફના રસ્તા પર કલેકટર કચેરી પાસેનો બ્રિજ જર્જરિત થયો હોવાથી નવસારી મનપા દ્વારા કરોડોના ખર્ચે નવો બ્રિજ બનાવવા સાથે રસ્તો પણ બનાવ્યો હતો. નવસારીમાં રસ્તાની નીચેથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન પસાર થાય છે. ત્યાં નીચેની માટી ધસી જવાના કારણે ભૂવાઓ પડે છે. તો જુનાથાણાથી કાલીયાવાડી તરફના રસ્તાની વચ્ચેથી ખાડી પસાર થાય છે.
આ ખાડીમાં પૂરનાં પાણી આવવાથી આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે. જેના લીધે રસ્તાની નીચેની માટી ધસી જવાની સંભાવના રહે છે. ત્યારે ભૂવા પડવાની ઘટનાથી બચવા માટે પહેલા સોઈલ ટેસ્ટનો રિપોર્ટ કરાવવાનો રહે છે, જેથી નીચેના ભાગની સક્ષમતા જાણી શકાય. ત્યારે મનપાના ઉચ્ચ અધિકારીઓને સોઈલ ટેસ્ટ રિપોર્ટની ખબર છે કે ખરી? જો સોઈલ ટેસ્ટ રિપોર્ટની જાણ છે તો શું ખાડી બ્રિજ અને રસ્તો બનાવવા પહેલા રિપોર્ટ કઢાવ્યો હશે કે કેમ?
રસ્તામાં પડતા ભૂવાના જવાબદાર મનપાના અધિકારીઓ કે કોન્ટ્રાકટર?
નવસારી મનપા દ્વારા શહેરમાં વિવિધ રસ્તાઓ બનાવવા માટે રોડ કોન્ટ્રાકટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેથી રોડ કોન્ટ્રાકટરો રસ્તો બનાવી દે છે, પરંતુ રસ્તાની ગુણવત્તા સહિતની ચકાસણી કરવાની જવાબદારી નવસારી મનપાના ઉચ્ચ અધિકારીઓની હોય છે. ત્યારબાદ જ તે રસ્તો શહેરીજનોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવે છે.
ત્યારે રસ્તામાં પડતા ભૂવાના જવાબદાર મનપાના અધિકારીઓ કે કોન્ટ્રાકટર છે તે સવાલ ઊભો થાય છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
નવસારી બી.આર. ફાર્મ ખાતે જિલ્લાના 780 ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓના પોષણ અને આરોગ્ય માટે સંવેદનશીલ પહેલ નવસારી : ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબી રોગથી પીડિત દર્દીઓના આરોગ્ય તથા પોષણની કાળજી લેવાના સંવેદનશીલ પ્રયાસરૂપે આજે નવસારીના બી.આર. ફાર્મ ખાતે ટીબીના દર્દીઓને પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…
Read moreનવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા
આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…
Read moreમરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ
મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…
Read moreકાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…
Read more




