Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી બી.આર. ફાર્મ ખાતે જિલ્લાના 780 ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું

નવસારી બી.આર. ફાર્મ ખાતે જિલ્લાના 780 ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું

South Republic DeskMonday, 31 August 2026 2 min read · 2 hr ago 0
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓના પોષણ અને આરોગ્ય માટે સંવેદનશીલ પહેલ નવસારી : ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબી રોગથી પીડિત દર્દીઓના આરોગ્ય તથા પોષણની કાળજી લેવાના સંવેદનશીલ પ્રયાસરૂપે આજે નવસારીના બી.આર. ફાર્મ ખાતે ટીબીના દર્દીઓને પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓના પોષણ અને આરોગ્ય માટે સંવેદનશીલ પહેલ

નવસારી : ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબી રોગથી પીડિત દર્દીઓના આરોગ્ય તથા પોષણની કાળજી લેવાના સંવેદનશીલ પ્રયાસરૂપે આજે નવસારીના બી.આર. ફાર્મ ખાતે ટીબીના દર્દીઓને પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણાં વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નવસારી જિલ્લાના 780 ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી સામેની લડતમાં નિયમિત અને સંપૂર્ણ સારવાર સાથે દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર્દીઓના સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા તથા સારવાર દરમિયાન જરૂરી પોષણ મળી રહે તે હેતુથી પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સરકાર દ્વારા સારવારની સાથે દર્દીઓના પોષણ, જાગૃતિ અને સામાજિક સહભાગિતાને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ટીબી દર્દીઓ પ્રત્યે સમાજમાં સહાનુભૂતિ અને સહયોગની ભાવના વિકસે તેમજ દર્દીઓ સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરી સ્વસ્થ જીવન તરફ આગળ વધે તે માટે આવા સંવેદનશીલ પ્રયાસો મહત્વપૂર્ણ સાબિત થાય છે.

ટીબી મુક્ત ભારત અભિયાનની સફળતા માટે સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિક સમાજના સંયુક્ત પ્રયાસો જરૂરી છે. નવસારી જિલ્લામાં પણ ટીબીના દર્દીઓની સારવાર સાથે તેમના પોષણ અને પુનઃસ્થાપનને પ્રાધાન્ય આપી ટીબી મુક્ત નવસારી અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.

ફોટો ગેલેરી

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 2 hr ago

ભુવાનગરી તરીકે જાણીતા નવસારીમાં વધુ એક ભૂવો પડ્યો

નવસારી કલેકટર કચેરી-પ્રાંત કચેરી સામેના મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો, બેરીકેટ મૂકી જગ્યા બ્લોક કરાઈ નવસારી : ભુવાનગરી તરીકે જાણીતા નવસારીમાં વધુ એક ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ વખતે તો ભૂવો નવસારી કલેકટર-પ્રાંત કચેરી સામેથી પસાર થતા મુખ્ય રસ્તા પર જ પડ્યો છે. જોકે બેરીકેટ મૂકી જગ્યા બ્લોક કરવામાં આવી છે. નવસારી શહેર…

Read more
નવસારી 1 day ago

નવસારીમાં 4 આઇકોનિક રોડ, વિજલપોરમાં એક પણ નહીં; વિકાસમાં ભેદભાવની ચર્ચા

આઇકોનિક રોડ તો દૂર, શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો બિસમાર રસ્તો રિપેર કરવાની રહીશોની માંગ નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેર વિસ્તારમાં ચાર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ વિજલપોર વિસ્તારમાં એક પણ આઇકોનિક રોડ ન બનતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મનપાના વિકાસના કામોમાં વિજલપોર વિસ્તારની અવગણના થઈ રહી હોવાના સવાલો ઉઠી રહ્યા…

Read more
નવસારી 1 day ago

મરોલી-ઉભરાટ રોડ પર મોપેડમાં વિદેશી દારૂ લઈ જતી યુવતીનો વીડિયો વાયરલ, માતા-પુત્રી ઝડપાઈ

મરોલી પોલીસે ₹14,400ની 96 બોટલ અને મોપેડ સહિત ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો; એક મહિલા વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન મોપેડના આગળના ભાગમાંથી આશરે ₹14,400ની કિંમતની વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹50 હજારની મોપેડ સહિત કુલ ₹64,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દિપલા ગામે રહેતી રેણુકાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની…

Read more
નવસારી 1 day ago

કાગદીવાડમાં ખુલ્લા ખાડામાં ગંદુ પાણી ભરાતા મચ્છર અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

પીવાના પાણીની લાઈન રિપેર કર્યા બાદ ખાડો ન પૂરાતા સમસ્યા વકરી; સામે જ મેલેરિયા વિભાગની કચેરી હોવા છતાં કાર્યવાહી નહીં નવસારી : નવસારીના કાગદીવાડ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. જોકે રિપેરિંગ પૂર્ણ થયા બાદ ખાડો પૂરવામાં ન આવતા તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા દિવસોથી…

Read more
આજનું ઈ-પેપર વાંચો