જલાલપોરમાં વિવિધ વિસ્તારોની વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરનાર અને બાઈક ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ
આરોપી પાસેથી 3.77 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો, 4 ગુનાનો ભેદ ઉકેલાયો
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે જલાલપોરના વિવિધ વિસ્તારોમાં વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરનાર અને બાઈક ચોરી કરનાર 2 આરોપીને એરુ-દાંડી રોડ પરથી ઝડપી પાડી કુલ્લે 3.77 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જયારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત 14મીએ જલાલપોર વિસ્તારમાં બે અજાણ્યા ઈસમો બાઈક પર આવી વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ કર્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો હતો. જે બાબતે નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે અલગ-અલગ ટીમો બનાવી ઘટનાની જગ્યાની વિઝીટ કરી સી.સી.ટી.વી. ફૂટેજ મેળવી તેમજ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સથી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
દરમિયાન એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, હાંસાપોર ગામમાં આવેલા કંકેશ્વર મહાદેવના મંદિર પાસેથી મહિલાએ પહેરેલા દાગીનાની સ્નેચિંગ કરનાર બંને ઈસમો એક કાળા રંગની નંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ બાઈક ઉપર એરુથી દાંડી તરફ જતા રોડ ઉપર આંટા-ફેરા મારે છે.
જે બાતમીના આધારે પોલીસે દાંડીથી એરુ તરફ આવતા રસ્તા ઉપર આવેલ અસ્પી બાગાયત મહાવિદ્યાલય કૃષિ યુનિવર્સીટીના ગેટની સામે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી બાઈક આવતા પોલીસે મૂળ યુ.પી. પ્રયાગરાજ જીલ્લાના સોરાઓ તાલુકાના માયરી હંશરાજપુર ગામે અને હાલ સુરતના સચિન જી.આઈ.ડી.સી. સમર્થનનગરમાં રહેતા સ્વદેશ ઉર્ફે સીલુ રમાશંકર મૌર્યા અને મૂળ યુ.પી. પ્રયાગરાજ જીલ્લાના સોરાઓ તાલુકાના માયરી હંશરાજપુર ગામે મિશ્રા પાનભંડારની પાસે અને હાલ સુરતના સચિન જી.આઈ.ડી.સી. સમર્થનનગરમાં તથા નાશિક જીલ્લાના અંબડ ગામે કીમચોલે મહાદેવ મંદિર પાસે અનમોલ રોય ખાતે રહેતા શુભમ વિનોદભાઈ મૌર્યને ચોરીની બાઈક, સોનાની લગડી, મોબાઈલ અને રોકડા રૂપિયા સાથે ઝડપી પાડયા હતા.
પોલીસે આરોપી સ્વદેશ ઉર્ફે સીલુ અને શુભમની પૂછપરછ કરતા ગત 12મીએ વલસાડ રેલ્વે સ્ટેશન પાર્સલ ઓફિસની સામે ગેટ પાસેથી બાઈક ચોરી કરી હતી. જે બાઈક લઈ નવસારી આવતા બંધ પડી જતા નવસારી રેલ્વે સ્ટેશન પાસે મૂકી દીધી હતી.
જયારે ગત 13મીએ બીલીમોરા ખાતેથી બાઈક ચોરી કરી જલાલપોર તાલુકાના હાંસાપોર ગામ ખાતે આવી સ્નેચિંગ કરી હોવાની કબુલાત કરી હતી.
જેથી પોલીસે 2,26,275 રૂપિયાની 17.010 ગ્રામની સોનાની લગડી, 40 હજાર રૂપિયાની ચેઈન સ્નેચિંગ કરવા માટે ચોરેલી બાઈક, 35 હજાર રૂપિયાની ચોરી કરેલી બાઈક (નં. જીજે-15-બીજી-2972), 70 હજાર રૂપિયાના 2 મોબાઈલ અને રોકડા 5920 રૂપિયા મળી કુલ્લે 3,77,195 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે પોલીસે એમ.પી. ના અરબાજ શેખને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
પોલીસે આરોપી સ્વદેશ ઉર્ફે સીલુ અને શુભમને ઝડપી પાડી જલાલપોર પોલીસ મથક, બીલીમોરા પોલીસ મથકે, વલસાડ રેલ્વે પોલીસ મથક અને ઉત્તરપ્રદેશ ફાફામઉ પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
આરોપીઓના ઈતિહાસ ગુનાહિત
નવસારી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલા આરોપી સ્વદેશ ઉર્ફે શીલુ અને શુભમનો ઈતિહાસ ગુનાહિત હોવાનું સામે આવ્યું છે.
જેમાં આરોપી સ્વદેશ ઉર્ફે શીલુ વિરુદ્ધ મહારાષ્ટ્રના અંબડ પોલીસ મથકે 1 ગુનો, ગંગાપુર પોલીસ મથકે 4 ગુનાઓ, ઇન્દિરાનગર પોલીસ મથકે 4 ગુનાઓ, યુ.પી. ના હોલાગઢ પોલીસ મથકે 4 ગુનાઓ અને યુ.પી. ના સરાઈઇનાયત પોલીસ મથકે 1 ગુનો મળી કુલ્લે 14 ગુનાઓ નોંધાયા હતા.
જયારે આરોપી શુભમ વિરુદ્ધ મહારાષ્ટ્રના અંબડ પોલીસ મથકે 1 ગુનો, ગંગાપુર પોલીસ મથકે 3 ગુનાઓ અને ઇન્દિરાનગર પોલીસ મથકે 4 ગુનાઓ મળી કુલ 8 ગુનાઓ નોંધાયા હતા.
આરોપીઓની ગુનો કરવાની એમ.ઓ.
નવસારી એલ.સી.બી. ના હાથે ઝડપાયેલા આરોપી સ્વદેશ ઉર્ફે શીલુ અને શુભમ યુ.પી. ખાતેથી આવી મકાન ભાડે રાખી બાઈક ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાંખે છે.
જે ચોરીની બાઈક લઈ તેઓ અલગ-અલગ શહેરોમાં જઈ એકલ-દોકલ ચાલતી જતી મહિલાઓએ પહેરલા સોનાના દાગીનાની ચીલ ઝડપ કરવાની તેમજ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જોતા તેઓ લુંટ, ધડ જેવા ગુનોઓ આચરે છે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




