રાત્રિના અંધકારમાં પશુઓ બનતા હતા અકસ્માતનું કારણ, બીલીમોરામાં શરૂ થઈ અનોખી સુરક્ષા પહેલ
Bilimora: reflective glow safety belts for stray cattle to prevent night road accidents
બીલીમોરા : રાત્રિના સમયે શહેરના રસ્તાઓ પર ફરતા કે રસ્તાની વચ્ચે બેઠેલા પશુઓ ઘણી વખત વાહનચાલકોને અંધારાના કારણે સમયસર દેખાતા નથી. ખાસ કરીને હેડલાઇટના પ્રકાશમાં અચાનક પશુઓ સામે આવતાં વાહનચાલકો માટે અકસ્માત ટાળવો મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં પશુઓને પણ ઈજા થવાની સાથે વાહનચાલકો અને અન્ય લોકોના જીવ માટે પણ જોખમ ઊભું થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને બીલીમોરા પોલીસના સંકલનમાં મહાદેવ ગૌ સેવા ગ્રૂપ દ્વારા પશુઓની સુરક્ષા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
મહાદેવ ગૌ સેવા ગ્રૂપના કાર્યકરો દ્વારા રસ્તા પર ફરતા ગૌવંશ તેમજ અન્ય પશુઓને શોધી તેમના ગળામાં રિફ્લેક્ટિવ-ગ્લો સેફટી બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે. આ બેલ્ટની ખાસિયત એ છે કે રાત્રિના સમયે વાહનની હેડલાઇટનો પ્રકાશ તેના પર પડતાં બેલ્ટ ચમકે છે. જેના કારણે અંધારામાં પણ વાહનચાલકોને રસ્તા પર રહેલા પશુઓ દૂરથી નજરે પડે અને તેઓ સમયસર વાહનની ઝડપ ઓછી કરી શકે છે.
આ પહેલનો હેતુ માત્ર ગૌવંશ અને પશુઓની સુરક્ષા કરવાનો નથી, પરંતુ ગૌવંશ અને માનવજીવન બંનેને અકસ્માતથી બચાવવાનો છે. બીલીમોરામાં શરૂ કરવામાં આવેલી આ પહેલ લોકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની સાથે ગૌસેવાને પણ એક નવી દિશા આપે છે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




