બીલીમોરા સ્ટેશન રોડ પર ગાદલા-તકિયાની દુકાનમાં વિકરાળ આગ લાગતાં અફરાતફરી
બીલીમોરા સ્ટેશન રોડ પર ગાદલા-તકિયાની દુકાનમાં વિકરાળ આગ લાગતાં અફરાતફરી
ગણતરીની મિનિટોમાં છ દુકાનો આગની ઝપેટમાં, લાખો રૂપિયાનું નુકસાન; પાંચ ફાયર બમ્બાની મદદથી કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં
બીલીમોરા : બીલીમોરા રેલવે સ્ટેશન રોડ પર આવેલી એક ગાદલા-તકિયાની દુકાનમાં અચાનક આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગે જોતજોતામાં આજુબાજુની દુકાનોને પણ પોતાની ઝપેટમાં લેતાં છ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. બીલીમોરા અને ગણદેવી ફાયર વિભાગની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
બીલીમોરા રેલવે સ્ટેશન રોડ પર વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતી ઘણી દુકાનો એક જ લાઇનમાં એકબીજાને અડીને આવેલી છે. આજે બપોરે અહીં આવેલી ગાદલા-તકિયાની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આગ ધીમે-ધીમે વધતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને બીલીમોરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ આજુબાજુની દુકાનોમાં પણ પ્રસરી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઈ હતી.
બીલીમોરા ફાયર વિભાગની ટીમ પાણીના બમ્બા સાથે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ વધુ વિકરાળ હોવાથી ગણદેવી ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ગણદેવી ફાયર વિભાગની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બીલીમોરા ફાયર વિભાગના ચાર અને ગણદેવી ફાયર વિભાગના એક મળી કુલ પાંચ પાણીના બમ્બાની મદદથી કલાકોની જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવી હતી.
આગ કાબૂમાં આવે તે પહેલાં ગાદલા-તકિયાની દુકાન તેમજ આજુબાજુની અન્ય દુકાનોમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લામાં પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનો અને બસોનું સઘન ચેકિંગ
નિયમભંગ બદલ ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ, એક વાહન ડિટેઈન; આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશે નવસારી : નવસારી જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે વિવિધ શાળાઓના સ્કૂલ વાહનો તથા બાળકોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નિયમભંગ કરનારાં ૮ વાહનોને કુલ ૮૩ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો…
વધુ વાંચોપડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં મહેસૂલી કર્મચારી મંડળમાં નારાજગી
નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારીઓ ૫મી ઓક્ટોબરે માસ સી.એલ. પર ઉતરશે, ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરશે નવસારી : મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નવસારી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે આગામી ૭મી ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાની તૈયારી કરી છે. મહેસૂલી કર્મચારીઓના સેવા…
વધુ વાંચોજમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવા માંગ
ડીસેમ્બર ૨૦૨૫માં અરજી છતાં કામગીરી પેન્ડીંગ રહેતા રહીશોની ગુજરાત ગેસના નવસારી એરિયા મેનેજરને લેખિત રજૂઆત નવસારી : જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન નાંખવા અને કનેક્શન આપવાની માંગ કરી સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે. જમાલપોરની ક્રિષ્ના લક્ઝુરીયસ સોસાયટીના રહીશોએ ગુજરાત ગેસ લીમીટેડના નવસારી એરિયા મેનેજરને કરેલી લેખિતમાં રજૂઆતમાં…
વધુ વાંચોખેરગામની ગ્રામસભામાં બાયપાસ રોડને લઇ ચાલેલી ચર્ચાને પગલે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા જ ન થઇ
ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડમાં થનારા જમીન સંપાદનનો મુદ્દો ગ્રામસભામાં ગરમાયો ખેરગામ : ગાંધી જયંતીના અવસરે ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ચીખલી-ખેરગામ-ધરમપુર બાયપાસ રોડના નવા અલાઈનમેન્ટ અને તેના માટે થનારા જમીન સંપાદનના મુદ્દે ચર્ચા થતાં વાતાવરણ તંગ બન્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન સંપાદન સામે…
વધુ વાંચો




