ચાર વખત વાલીને બોલાવ્યા, છતાં LC આપ્યું નહીં!
ચાર વખત વાલીને બોલાવ્યા, છતાં LC આપ્યું નહીં!
વેદાંતી સ્કૂલ સામે ગંભીર સવાલો; બે નોટિસ છતાં શિક્ષણ તંત્રને જવાબ નહીં, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે બેદરકારીનો આક્ષેપ
ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી વેદાંતી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયું હોવા વચ્ચે વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટને લઈને વિવાદ ગંભીર બન્યો છે. વાલીની રજૂઆત બાદ શિક્ષણ તંત્ર દ્વારા શાળા સંચાલનને બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળ્યાનો સત્તાવાર પત્રમાં ઉલ્લેખ છે. બીજી તરફ વાલીનો આક્ષેપ છે કે તેમને ચાર વખત શાળામાં બોલાવવામાં આવ્યા, પરંતુ LC આપ્યા વગર પરત મોકલી દેવામાં આવ્યા.
આહવા તાલુકા પંચાયત શિક્ષણ શાખા દ્વારા તા. 07/09/2026ના રોજ શાળાના મુખ્ય શિક્ષક/ટ્રસ્ટીને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મુજબ ધર્મભાઈ સદુભાઈ સહારે દ્વારા તેમના પુત્ર દેવાશુભાઈ ધર્મભાઈ સહારેનું લિવિંગ સર્ટિફિકેટ મેળવવા અરજી કરવામાં આવી હતી.
આ મામલે અગાઉ તા. 25/08/2026ના પત્ર ક્રમાંક 505 દ્વારા વિદ્યાર્થીનું LC તાત્કાલિક આપવા અને કરાયેલી કાર્યવાહી અંગે કચેરીને લેખિતમાં જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, બીજી નોટિસમાં જણાવ્યા મુજબ શાળા તરફથી કચેરીને લેખિત જવાબ આપવામાં આવ્યો નહોતો.
ત્યારબાદ તા. 07/09/2026ની નોટિસ દ્વારા શાળાના જવાબદાર વ્યક્તિને તા. 08/09/2026ના રોજ સવારે 11 વાગ્યે રૂબરૂ હાજર રહી લેખિત ખુલાસો આપવા જણાવાયું હતું.
વાલીના આક્ષેપ મુજબ LC મેળવવા માટે તેમને ચાર વખત શાળામાં બોલાવવામાં આવ્યા, છતાં દરેક વખતે પ્રમાણપત્ર આપ્યા વગર પરત મોકલવામાં આવ્યા હતા. જો આ આક્ષેપ સાચો હોય તો વિદ્યાર્થીને જરૂરી પ્રમાણપત્ર માટે વારંવાર શાળાના ધક્કા કેમ ખાવા પડ્યા તે અંગે સવાલો ઊભા થયા છે.
સત્તાવાર નોટિસમાં શિક્ષણ વિભાગની સૂચના છતાં શાળા સંચાલન તરફથી જવાબ ન મળ્યાનો ઉલ્લેખ થતાં સંચાલનની જવાબદારી અને વિદ્યાર્થીના હિત અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આગળનું શિક્ષણ ચાલુ રાખવા LC જરૂરી હોય ત્યારે વિદ્યાર્થીને પ્રમાણપત્ર ક્યારે મળશે અને શિક્ષણ તંત્ર હવે શું પગલાં લેશે તે અંગે વાલી તરફથી સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે.
સમગ્ર મામલે શિક્ષણ વિભાગ શાળા સંચાલન પાસેથી જવાબ મેળવી વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે અને LCની સમસ્યાનો અંત લાવે તેવી માંગ ઉઠી રહી છે.
સંબંધિત સમાચાર
આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી
રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…
વધુ વાંચોચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…
વધુ વાંચોબોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા
સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…
વધુ વાંચોવઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી
પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા…
વધુ વાંચો




