તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

છાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ

Scuffle among flood struggle committee members at Chhapar village meeting, Navsari

South Republic DeskWednesday, 26 August 2026 1 મિનિટ વાંચન · 46 days ago 0
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.

મીટીંગ બાબતે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ન કરતા મીટીંગમાં ગરમા-ગરમી થતા સભ્યો બાખડયા

નવસારી : પુરની પરિસ્થિતિ સામે લડવા માટે બનાવેલી પુર સંઘર્ષ સમિતિના સભ્યો મીટીંગ દરમિયાન મીટીંગ બાબતે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ન કરતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક યુદ્ધ થયા બાદ મામલો ગરમાતા ઝપાઝપી કરવા લાગ્યા હતા.

પુરની પરિસ્થિતિ સામે લડવા માટે વિવિધ વિસ્તારના આગેવાનોએ પુર સંઘર્ષ સમિતિ બનાવી છે. સાથે જ પુર સંઘર્ષ સમિતિના આગેવાનો અને સભ્યો મળી એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેથી સરળતાથી સમિતિના સભ્યોને તમામ પરિસ્થિતિ બાબતની જાણ થઇ શકે.

દર વર્ષે અંબિકા નદીના કાંઠાના ગામોમાં સર્જાતી પુરની પરિસ્થિતિ સામે લડવા અને કાયમી ઉકેલ લાવવાના હેતુથી ગણદેવી તાલુકાના છાપર ગામે પુર સંઘર્ષ સમિતિની એક મીટીંગ મળી હતી.

જે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ કે માહિતી કરવામાં ન આવી હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. જે મુદ્દે ચર્ચા કરતા મીટીંગમાં કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક યુદ્ધ થતા મીટીંગ ગરમાઈ હતી.

દરમિયાન કેટલાક યુવાનો રોષે ભરાતા શબ્દિક યુદ્ધ ઝપાઝપીમાં પરિણમ્યું હતું. જોકે સમિતિના કેટલાક આગેવાનો અને સભ્યો મામલો ઠંડો પાડી રહ્યા હતા. પરંતુ મામલો શાંત ન થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બીજી તરફ પુરની પરિસ્થિતિ સામે લડવા માટે બનાવેલી પુર સંઘર્ષ સમિતિના સભ્યો એકબીજા સાથે જ બાખડી રહ્યા હોવાના વિડીયો પણ વાઈરલ થયા હતા.

મીટીંગમાં શું બન્યું?

છાપર ગામે પુર સંઘર્ષ સમિતિની મીટીંગ યોજાઈ.

મીટીંગ અંગે વોટ્સએપ ગ્રુપમાં અગાઉથી જાણ ન કરવાના મુદ્દે ચર્ચા થઈ.

ચર્ચા દરમિયાન કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ.

મામલો ગરમાતા ઝપાઝપી સર્જાઈ.

હાજર સભ્યો દ્વારા મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

બાદમાં પોલીસને જાણ કરવામાં આવી.

ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હોવાનું લેખમાં જણાવાયું છે.

ફોટો ગેલેરી

મીટીંગ દરમિયાન સભ્યો વચ્ચે થયેલી બોલાચાલીનું દ્રશ્ય.
ઘટના સ્થળનું વિશાળ દ્રશ્ય.
છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગમાં ઉપસ્થિત સભ્યો.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો