તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ચીખલી ઓવરબ્રિજ પાસે સેફરોન હોટલની સામેથી 2.97 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 3 વોન્ટેડ

Man held with foreign liquor worth Rs 2.97 lakh near Chikhli overbridge, three wanted

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 2 મિનિટ વાંચન · 46 days ago 0
પોલીસથી બચવા આરોપીએ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી. ચીખલી પોલીસે 468 નંગ વિદેશી દારૂ સહિત કુલ ₹7,98,100નો મુદ્દામાલ કબજે કર્યો.

પોલીસથી બચવા આરોપીએ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી

નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર ચીખલી ઓવરબ્રિજ પાસે સેફરોન હોટલની સામેથી ચીખલી પોલીસે બાતમીના આધારે 2.97 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો આરોપી પોલીસથી બચવા માટે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું હતું. જયારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

કબજે મુદ્દામાલ ₹7,98,100 | વિદેશી દારૂ ₹2,97,600 | 468 નંગ બોટલ | 3 વોન્ટેડ

મળતી માહિતી મુજબ, ચીખલી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર ચીખલી ઓવરબ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર સેફરોન હોટલની સામેથી એક કાર (નં. જીજે-15-સીએમ-2810)ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને ₹2,97,600ની કિંમતની 468 નંગ વિદેશી દારૂની વ્હીસ્કી અને વોડકાની બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે વલસાડના વાપી તાલુકાના નામધા ગામે આમલ ફળીયામાં સાઈ સમર્પણ બિલ્ડીંગમાં રહેતા અમિત ઘાંચીરામ નાયકાને ઝડપી પાડયો હતો.

પોલીસે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જતો હતો તેમજ અન્ય કોઈ ઇસમ વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરી રહ્યા હતા કે નહિ તે બાબતે પૂછતા અમિતે જણાવ્યું હતું કે, વલસાડના વાપી બલીઠા ગામે મણીનગરમાં રહેતા યોગેશ પટેલે વિદેશી દારૂ ભરેલી કાર આપી હતી અને યોગેશ દમનના બામણપૂજા ગામે રહેતા કૃણાલ પટેલ સાથે પાયલોટીંગ કરી રહ્યા હતા.

તેમજ વડોદરા ખાતે રહેતા હિતેશ મંગુભાઈ કારચંદે વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું કબૂલતા પોલીસે યોગેશ પટેલ, કૃણાલ પટેલ અને હિતેશ કારચંદને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ સિવાય પોલીસે કારની નંબર પ્લેટ ચકાસતા કારમાં લગાવવામાં આવેલી નંબર પ્લેટ ખોટી હોવાની અને તેનો સાચો નંબર જીજે-06-આરજે-0274 હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત ₹5 લાખની કાર અને ₹500નો મોબાઈલ મળી કુલ ₹7,98,100નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

નવસારી 4 days ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 4 days ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 4 days ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો