ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લોકાર્પણના 12 દિવસ બાદ પણ માત્ર ઓપીડી અને કેસ બારી જ કાર્યરત
ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લોકાર્પણના 12 દિવસ બાદ પણ માત્ર ઓપીડી અને કેસ બારી જ કાર્યરત
100 બેડની હોસ્પિટલમાં વોર્ડ અને કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ શરૂ થવાની બાકી; અધૂરી કામગીરી વચ્ચે લોકાર્પણ સામે સવાલો
ચીખલી : ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના 100 બેડની ક્ષમતાવાળા નવા બિલ્ડિંગનું લોકાર્પણ થયાના 12 દિવસ બાદ પણ માત્ર ઓપીડી વિભાગ અને કેસ બારી જ કાર્યરત કરવામાં આવી છે. મહત્વની સુવિધાઓ શરૂ થવાની બાકી હોવાથી આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
ગત 19મી સપ્ટેમ્બરે 100 બેડની ક્ષમતા ધરાવતી ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 46.53 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા નવા બિલ્ડિંગનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી નરેશભાઈ તથા આરોગ્ય વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા તંત્ર દ્વારા મોટા ઉપાડે કરવામાં આવેલા લોકાર્પણ બાદ લોકોમાં નવી હોસ્પિટલની સંપૂર્ણ સુવિધાઓ શરૂ થવાની અપેક્ષા હતી. જોકે 12 દિવસ વીતી ગયા છતાં નવા બિલ્ડિંગમાં માત્ર કેસ બારી અને ઓપીડી વિભાગની કામગીરી જ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલમાં દર્દીઓ માટે અત્યંત જરૂરી ગણાતી વોર્ડની સુવિધા, કોલ્ડ સ્ટોરેજ સહિતની અન્ય વ્યવસ્થાઓ હજુ શરૂ થવાની બાકી હોવાનું જાણવા મળે છે. ત્યારે અધૂરી કામગીરી વચ્ચે લોકાર્પણ કરવાની ઉતાવળ શા માટે કરવામાં આવી તે અંગે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
આ બાબતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનાં ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. માલતીબેન પટેલે જણાવ્યું હતું કે, નવા બિલ્ડિંગમાં હાલ કેસ બારી અને ઓપીડી શરૂ કરવામાં આવી છે. વોર્ડ, કોલ્ડ સ્ટોરેજ સહિતની અન્ય સુવિધાઓ એક-બે દિવસમાં શરૂ થઈ જશે.
સંબંધિત સમાચાર
નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…
વધુ વાંચોઆમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…
વધુ વાંચોનવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન
નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…
વધુ વાંચોનવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ
મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…
વધુ વાંચો




