તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ચીખલીના ફડવેલ સહિતનાં ગામોમાં વીજ ગ્રાહકોને 30 દિવસમાં વધારાની ડિપોઝિટ ભરવા સૂચના

ચીખલીના ફડવેલ સહિતનાં ગામોમાં વીજ ગ્રાહકોને 30 દિવસમાં વધારાની ડિપોઝિટ ભરવા સૂચના

South Republic DeskFriday, 02 October 2026 2 મિનિટ વાંચન · 49 min ago 0
ડીજીવીસીએલની સિક્યોરિટી ડિપોઝિટની નોટિસથી ગ્રાહકોમાં કચવાટ; વીજ વપરાશ અને જમા ડિપોઝિટના આધારે કરાયેલી ગણતરીની વિગતો આપવાની માંગ ચીખલી : ચીખલી તાલુકાના રાનકૂવા સ્થિત ડીજીવીસીએલ સબ ડિવિઝન દ્વારા ફડવેલ સહિતનાં ગામોના કેટલાક વીજ ગ્રાહકોને વધારાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવા અંગે નોટિસ આપવામાં આવતાં ગ્રાહકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ડીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ગ્રાહકોને વીજ વપરાશના…

ડીજીવીસીએલની સિક્યોરિટી ડિપોઝિટની નોટિસથી ગ્રાહકોમાં કચવાટ; વીજ વપરાશ અને જમા ડિપોઝિટના આધારે કરાયેલી ગણતરીની વિગતો આપવાની માંગ

ચીખલી : ચીખલી તાલુકાના રાનકૂવા સ્થિત ડીજીવીસીએલ સબ ડિવિઝન દ્વારા ફડવેલ સહિતનાં ગામોના કેટલાક વીજ ગ્રાહકોને વધારાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવા અંગે નોટિસ આપવામાં આવતાં ગ્રાહકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ડીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ગ્રાહકોને વીજ વપરાશના આધારે નક્કી થતી સિક્યોરિટી ડિપોઝિટની રકમ 30 દિવસમાં ભરવા સૂચના આપવામાં આવી છે. નિર્ધારિત સમયગાળામાં રકમ ભરવામાં નહીં આવે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જીઈઆરસીના સિક્યોરિટી ડિપોઝિટ સંબંધિત નિયમો મુજબ વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકની સિક્યોરિટી ડિપોઝિટની રકમ પૂરતી છે કે નહીં તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. ગ્રાહકના અગાઉના વીજ વપરાશના આધારે જરૂરી સિક્યોરિટી ડિપોઝિટ હાલની જમા રકમ કરતાં વધુ જણાય તો નિયમ મુજબ વધારાની રકમની માંગ કરવામાં આવી શકે છે. આ ગણતરીમાં ગ્રાહકે અગાઉ ભરેલી સિક્યોરિટી ડિપોઝિટને ધ્યાનમાં લેવામાં આવે છે અને જરૂરી વધારાની રકમ જ વસૂલવાની રહે છે. બીજી તરફ, જરૂરી રકમ કરતાં ડિપોઝિટ વધુ હોય તો નિયમ મુજબ વધારાની રકમ પરત અથવા સમાયોજિત કરવાની જોગવાઈ પણ છે.

આ બાબતે વીજ ગ્રાહકોએ નોટિસમાં માંગવામાં આવેલી વધારાની રકમ કયા આધારે નક્કી કરવામાં આવી છે તેની સ્પષ્ટ માહિતી આપવાની માંગ કરી છે. સાથે જ છેલ્લા 12 મહિનાના વીજ વપરાશ અને હાલની સિક્યોરિટી ડિપોઝિટના આધારે કરવામાં આવેલી ગણતરીની વિગતો જાહેર કરવાની માંગ ઉઠાવી છે.

બીજી તરફ, ડીજીવીસીએલ તરફથી નિયમ મુજબની ગણતરીના આધારે જ વધારાની સિક્યોરિટી ડિપોઝિટની માંગ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ નોટિસ મળેલા ગ્રાહકો દ્વારા આ અંગે રજૂઆત અને ગણતરીની વિગતો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બિલ 2 હજાર રૂપિયા આસપાસ આવતું હોય તેવા ગ્રાહકોને નોટિસ આપી છે : નાયબ ઈજનેર

રાનકૂવા સબ ડિવિઝનના નાયબ ઈજનેરના જણાવ્યા મુજબ, જે ગ્રાહકોની હાલની સિક્યોરિટી ડિપોઝિટ તેમના વીજ વપરાશની સરખામણીએ ઓછી છે અને જેમનાં માસિક બિલ અંદાજે 2 હજાર રૂપિયાની આસપાસ આવે છે, તેવા ગ્રાહકોને ડિપોઝિટ વધારવા માટે નોટિસ આપવામાં આવી છે.

જોડાણ વખતે ડિપોઝિટ ભર્યા બાદ ફરી શા માટે? : પૂર્વ તાલુકા પંચાયત સભ્ય

ફડવેલ ગામના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈએ જણાવ્યું હતું કે જોડાણ લેતી વખતે ગ્રાહકો પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવે છે. હવે ફરીથી ડિપોઝિટ ભરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકોને નોટિસ આપવામાં આવી છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

નવસારી 24 min ago

નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી

કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…

વધુ વાંચો
નવસારી 26 min ago

આમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?

કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…

વધુ વાંચો
નવસારી 29 min ago

નવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન

નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…

વધુ વાંચો
નવસારી 31 min ago

નવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ

મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો