તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગ જિલ્લામાં પોષણ માસનો શુભારંભ

ડાંગ જિલ્લામાં પોષણ માસનો શુભારંભ

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આયોજન બેઠક; 8 ઓક્ટોબર સુધી પાંચ મુખ્ય પેટા થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે ડાંગ : સમગ્ર દેશની સાથે ડાંગ જિલ્લામાં પણ રાષ્ટ્રીય પોષણ માસનો શુભારંભ કરવામાં આવ્યો છે. પોષણ માસના સુચારૂ આયોજન અંગે ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આગામી 8…

જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આયોજન બેઠક; 8 ઓક્ટોબર સુધી પાંચ મુખ્ય પેટા થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે

ડાંગ : સમગ્ર દેશની સાથે ડાંગ જિલ્લામાં પણ રાષ્ટ્રીય પોષણ માસનો શુભારંભ કરવામાં આવ્યો છે. પોષણ માસના સુચારૂ આયોજન અંગે ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આગામી 8 ઓક્ટોબર સુધી ચાલનારા રાષ્ટ્રીય પોષણ માસના કાર્યક્રમો અસરકારક રીતે યોજાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દરેક વિભાગને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

બેઠક દરમિયાન વિવિધ વિભાગોએ કરવાની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ રિપોર્ટિંગ અને ડેટા એન્ટ્રીની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે પણ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

‘અમારી આંગણવાડી : અમારી જવાબદારી’ મુખ્ય થીમ હેઠળ પોષણ માસ દરમિયાન પાંચ અલગ અલગ પેટા થીમ પર કાર્યક્રમો યોજાશે. જેમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું રાંધેલું ભોજન, સામુદાયિક માલિકીપણું અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન તથા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ માતાના સ્વાસ્થ્ય માટે રોકડ ટ્રાન્સફર જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાના વડાઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

ડાંગ 1 hr ago

આહવામાં રખડતા ઢોરો સામે ગ્રામ પંચાયતની કાર્યવાહી

રંગ ઉપવન ગ્રાઉન્ડમાં 250થી વધુ રખડતા ઢોરોને પકડી રાખવામાં આવ્યા; ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરાઈ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આહવા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ શહેરના વિવિધ…

વધુ વાંચો
ડાંગ 1 hr ago

ચીકટિયા ગામની વીજળીની સમસ્યાનું ડાંગ કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ

48 કલાકથી ઓછા સમયમાં કાર્યવાહી; 5 નમેલા વીજ પોલ સીધા કરાયા, 4 નવા પોલ ઊભા કરી 3 નવા વીજ જોડાણ અપાયા ડાંગ : ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન લોકોએ ગામની વીજળી…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

બોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ કરતા 3 આરોપી રંગેહાથ ઝડપાયા

સાગી પાટિયા, રંધા મશીન અને કાપેલા લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત ડાંગ : ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ…

વધુ વાંચો
ડાંગ 2 hr ago

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકની ઉજવણી

પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ અંગે ખેડૂતોને માર્ગદર્શન; 280થી વધુ ખેડૂતોએ લીધો લાભ ડાંગ : વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના કૃષિ વિકાસ માટે ટેક્નોલોજી વીક તેમજ નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. હેમંત શર્મા…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો