તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

ડાંગની 11 વર્ષીય બાળકીના હૃદયની ગંભીર બીમારીની સફળ સારવાર

ડાંગની 11 વર્ષીય બાળકીના હૃદયની ગંભીર બીમારીની સફળ સારવાર

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 1 day ago 0
સમયસર નિદાન અને સર્જરી બાદ અનિશા સંપૂર્ણ સ્વસ્થ, આરોગ્ય ટીમના નિયમિત ફોલોઅપથી સામાન્ય જીવનમાં પરત ડાંગ : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવાર માટે આરોગ્ય ક્ષેત્રે રાહત અને આશાનું ઉદાહરણ પૂરું પાડતી એક સફળ સારવારની ઘટના સામે આવી છે. સુબીર તાલુકાના નિશાના, ખરદાંડી ગામની 11 વર્ષીય બાળકી અનિશા મહેશભાઈ પવારને હૃદય સંબંધિત ગંભીર બીમારીનું નિદાન…

સમયસર નિદાન અને સર્જરી બાદ અનિશા સંપૂર્ણ સ્વસ્થ, આરોગ્ય ટીમના નિયમિત ફોલોઅપથી સામાન્ય જીવનમાં પરત

ડાંગ : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવાર માટે આરોગ્ય ક્ષેત્રે રાહત અને આશાનું ઉદાહરણ પૂરું પાડતી એક સફળ સારવારની ઘટના સામે આવી છે. સુબીર તાલુકાના નિશાના, ખરદાંડી ગામની 11 વર્ષીય બાળકી અનિશા મહેશભાઈ પવારને હૃદય સંબંધિત ગંભીર બીમારીનું નિદાન થયા બાદ સમયસર સારવાર મળતાં હવે બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ સામાન્ય જીવન જીવી રહી છે.

અનિશાનો જન્મ તા. 17 જૂન, 2014ના રોજ થયો હતો. શિંગણા પી.એચ.સી. અંતર્ગત આરોગ્ય તપાસ દરમિયાન તેને હૃદય સંબંધિત સમસ્યા હોવાનું જણાયું હતું. તા. 7 ઓગસ્ટ, 2023ના રોજ તેને વધુ સારવાર માટે સંદર્ભિત કરવામાં આવી હતી. તબીબી તપાસમાં સીએચડી/પીડીએ 9એમએમ (લેફ્ટ ટુ રાઈટ) તથા Cardiomegalyનું નિદાન થયું હતું.

આગળની સારવાર માટે અનિશાને સુરત ખાતે આવેલ યુનિ કેર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવી હતી. તા. 21 એપ્રિલ, 2026ના રોજ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તા. 22 એપ્રિલે હૃદયની સર્જરી કરવામાં આવી હતી. સફળ સારવાર બાદ તા. 23 એપ્રિલ, 2026ના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

હાલમાં અનિશા આરબીએસકે ટીમ, ડીજીએએચટી-599 (1240483), સુબીર, ડાંગ દ્વારા નિયમિત ફોલોઅપ હેઠળ છે. સારવાર બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું અને સામાન્ય જીવન જીવી રહી હોવાનું જણાવાયું છે.

આ સફળ સારવારમાં ડૉ. વિષ્ણુ પ્રજાપત, ડૉ. રુજુતા પટેલ, એફએચડબ્લ્યુ દીક્ષાબેન પવાર અને આરએક્સ મહેન્દ્રભાઈ જાધવ સહિતની આરોગ્ય ટીમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

અંતરિયાળ ડાંગ જિલ્લાના બાળકોમાં સમયસર આરોગ્ય તપાસ, રોગની ઓળખ, સંદર્ભ સારવાર અને નિયમિત ફોલોઅપ દ્વારા ગંભીર બીમારીઓની સફળ સારવાર શક્ય બની રહી છે. અનિશાની આ સફળતા પરિવાર માટે ખુશી સાથે અન્ય બાળકો માટે પણ સમયસર આરોગ્ય તપાસનું મહત્વ દર્શાવતી પ્રેરણાદાયક ઘટના બની છે.

સંબંધિત સમાચાર

ડાંગ 1 day ago

આહવામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહ યોજાયો

ધારાસભ્ય વિજયભાઈ પટેલ, કલેક્ટર એન.ડી. પરમાર અને શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી સહિત…

વધુ વાંચો
ડાંગ 1 day ago

ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ યોજાયો

હ્યુમનોઇડ રોબોટ, લાઇન ફોલોવર કાર અને ડ્રોનનું પ્રાયોગિક નિદર્શન; વિદ્યાર્થીઓએ જાતે સાધનો ચલાવ્યા ડાંગ : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા રોબોટિક્સ મોડેલ નિદર્શન કાર્યક્રમ વલ્લભ વિદ્યાલય (ઉત્તર બુનિયાદી), આહવા ખાતે યોજાયો હતો. કાર્યક્રમ મિતેશ્વરી આર. પટેલ, વિજ્ઞાન શિક્ષક,…

વધુ વાંચો
ડાંગ 1 day ago

સાપુતારામાં ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો અને બાંધકામ મુદ્દે વિધવા મહિલાઓએ મોરચો માંડ્યો

લેક ગાર્ડન નજીક જાહેર ફૂટપાથ પર દબાણનો આક્ષેપ, નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ ડાંગ : ડાંગના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે આવેલા સરકારી નોટીફાઇડ વિસ્તારમાં ગેરકાયદેસર કબ્જો કરી રસ્તો બંધ કરી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લેક ગાર્ડન નજીક આવેલી જાહેર ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો…

વધુ વાંચો
ડાંગ 1 day ago

આહવા મિશન પાડાની આંગણવાડી પાસે ધોવાણથી જોખમ વધ્યું

ચોમાસાના વરસાદથી પાયા આસપાસની માટી ખસી, બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક મરામત અને રિટેઇનિંગ વોલની માંગ ડાંગ : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મિશન પાડામાં આવેલી આંગણવાડીની આસપાસ ચોમાસાના વરસાદને કારણે જમીનનું ધોવાણ થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. મળતી તસવીરોમાં આંગણવાડીની બાજુની જમીન મોટા પ્રમાણમાં ધોવાઈ ગઈ હોવાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઈમારતના…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો