તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી અને વલસાડમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

નવસારી અને વલસાડમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

South Republic DeskWednesday, 07 October 2026 1 મિનિટ વાંચન · 1 hr ago 0
બાળકોના વિરૂદ્ધ ગુનાઓ, અત્યાચાર અને શોષણના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો નવસારી, વલસાડ : બાળકોના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને નવસારી અને વલસાડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી અને વલસાડ જીલ્લાના કલેકટર, નિવાસી અધિક કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સહિત…

બાળકોના વિરૂદ્ધ ગુનાઓ, અત્યાચાર અને શોષણના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો

નવસારી, વલસાડ : બાળકોના અધિકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને નવસારી અને વલસાડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી અને વલસાડ જીલ્લાના કલેકટર, નિવાસી અધિક કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં બાળ અધિકારોના જતન, શિક્ષણની ગુણવત્તા, આંગણવાડીઓ તેમજ આશ્રમશાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જીણવટભરી ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ તકે આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકો પર થતા કોઈપણ પ્રકારના અત્યાચાર, શોષણ કે બાળમજૂરી જેવા બનાવો સામે ત્વરિત પગલાં ભરવા આયોગ કટિબદ્ધ છે. નાગરિકોને પણ બાળ સંરક્ષણની આ ઝુંબેશમાં સહભાગી થઈ કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં હેલ્પલાઈન ૧૧૨ નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.

બાળ સંરક્ષણ આયોગના સચિવ ડી.ડી.કાપડિયાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારની યોજનાઓનો અસરકારક અમલ થાય અને દરેક બાળક સુધી તેનો લાભ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું.

નવસારી અને વલસાડ જિલ્લામાં બાળકો માટે થઈ રહેલી કામગીરીની વિગતો મેળવીને જરૂરી સુચનો કર્યા હતા. જયારે તંત્ર દ્વારા કરવામાં આવતી તમામ બાળકલ્યાણકારી પ્રવૃત્તિઓ અને બાળ પુનર્વસન ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ અન્ય અધિકારીઓએ આયોગની ટીમને માહિતગાર કર્યા હતા.

આયોગના સભ્યો બેઠક બાદ વિવિધ બાળ સુરક્ષા અને બાળ સરક્ષણ સંબંધિત સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. ઉપરાંત CWC ની સમિતિ સાથે અંગત બેઠક યોજીને બાળકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 30 min ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 54 min ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો