દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ
દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ
નવસારી મનપાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતા બીજા દિવસે પણ રજા પર, સફાઈ સહિતની કામગીરીને અસર
નવસારી : નવસારી મહાનગરપાલિકાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા તેઓ બીજા દિવસે પણ રજા પર રહ્યા હતા. દર મહિનાની 10 તારીખ સુધીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા માટે નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી, પરંતુ એજન્સીઓ દ્વારા આ સૂચનાનો અમલ ન થયો હોવાની ફરિયાદ ઉઠી છે.
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કામગીરી માટે આઉટસોર્સિંગના આધારે કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. આ કર્મચારીઓ શહેરની સફાઈ, જાળવણી અને વિવિધ વિભાગોની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતાં તેમને સમયસર મહેનતાણું ન મળતું હોવાની ફરિયાદ અગાઉ પણ સામે આવી હતી.
ગત મહિને મનપાના માઈનોર વિભાગ, વોટર વર્ક્સ વિભાગ, ગાર્ડન અને એન્જિનિયરિંગ વિભાગ, ડ્રેનેજ-બાંધકામ વિભાગ તથા દબાણ હટાવ વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓએ છેલ્લા ત્રણેક મહિનાથી પગાર ન મળતો હોવા અંગે મનપાના મેયર અને કારોબારી અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ સંબંધિત એજન્સીઓને પગાર ચૂકવવા સૂચના અપાતા કર્મચારીઓને બાકી પગાર ચૂકવવામાં આવ્યો હતો.
આ સાથે મેયર અશોકભાઈ ધોરાજીયાએ આઉટસોર્સિંગ કર્મચારીઓને દર મહિનાની 10 તારીખ સુધીમાં નિયમિત પગાર ચૂકવવા સૂચના આપી હતી. જોકે, ઓગસ્ટ મહિનાનો પગાર ચાલુ માસની 10 તારીખ સુધીમાં ચૂકવવાની સૂચના હોવા છતાં 18 તારીખ સુધી કર્મચારીઓને પગાર ન મળ્યો હોવાની ફરિયાદ છે.
સમયસર પગાર ન મળતા આઉટસોર્સિંગ કર્મચારીઓ ફરી રજા પર ઉતરી ગયા હતા અને બીજા દિવસે પણ કામથી દૂર રહ્યા હતા. તેના કારણે શહેરમાં રોજિંદી કામગીરી અને સફાઈના કામને અસર પહોંચી હોવાનું જણાવાયું છે.
આઉટસોર્સિંગ કર્મચારીઓ શહેરની સફાઈ જાળવવા ઉપરાંત પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં પણ કામગીરી બજાવે છે. આવા કર્મચારીઓને સમયસર પગાર મળે તે માટે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને શાસકો દ્વારા સંબંધિત એજન્સીઓ સામે કડક દેખરેખ રાખવાની માંગ ઉઠી છે. સમયસર પગાર ન ચૂકવનારી એજન્સીઓ સામે જરૂરી નિયમસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
નવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત
બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના…
વધુ વાંચોનવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી
બે વાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો જણાતા સંચાલકોને નોટિસ ફટકારાઈ નવસારી : નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોને કરવામાં આવતા અનાજ વિતરણની ચકાસણી માટે કુલ 7 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નવસારી તાલુકાની…
વધુ વાંચોભૂતસાડ ગામે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ દીપ પ્રગટાવ્યો નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદનો દીવો…
વધુ વાંચોસેવા સંકલ્પ અભિયાનમાં એક જ દિવસમાં રાજ્યવ્યાપી 410 રક્તદાન કેમ્પથી 18,500થી વધુ બોટલ રક્ત એકત્ર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જન સેવા-સાધનાની સેવા સંકલ્પ અભિયાનથી રાજ્યવ્યાપી ઉજવણી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જન સેવા-સાધનાના 25 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના 76મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો જનભાગીદારી સાથે યોજાશે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી…
વધુ વાંચો




