તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

સેવા સંકલ્પ અભિયાનમાં એક જ દિવસમાં રાજ્યવ્યાપી 410 રક્તદાન કેમ્પથી 18,500થી વધુ બોટલ રક્ત એકત્ર

સેવા સંકલ્પ અભિયાનમાં એક જ દિવસમાં રાજ્યવ્યાપી 410 રક્તદાન કેમ્પથી 18,500થી વધુ બોટલ રક્ત એકત્ર

South Republic DeskSaturday, 19 September 2026 1 મિનિટ વાંચન · 3 hr ago 0
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જન સેવા-સાધનાની સેવા સંકલ્પ અભિયાનથી રાજ્યવ્યાપી ઉજવણી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જન સેવા-સાધનાના 25 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના 76મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો જનભાગીદારી સાથે યોજાશે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જન સેવા-સાધનાની સેવા સંકલ્પ અભિયાનથી રાજ્યવ્યાપી ઉજવણી

નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જન સેવા-સાધનાના 25 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના 76મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો જનભાગીદારી સાથે યોજાશે.

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સમગ્ર રાજ્યમાં રક્તદાન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. **“સેવા મેરા યોગદાન”**ના મંત્ર સાથે “રક્તદાન મહાદાન” અને જરૂરતમંદને જીવનદાન આપવાના ધ્યેયથી રાજ્યના 34 જિલ્લાઓમાં લોકભાગીદારીથી અંદાજે 410 સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયા હતા.

આ કેમ્પોમાં એન.સી.સી. કેડેટ્સ, વિદ્યાર્થીઓ, યુવાનો, સુરક્ષાકર્મીઓ અને સમાજસેવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજ્યભરના આ રક્તદાન કેમ્પોમાં કુલ 18,578 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન કાળ અને સેવાકાર્યોને જનજન સુધી પહોંચાડવાના વિવિધ કાર્યક્રમોની શ્રેણીમાં તેમના 76મા જન્મદિવસે યોજાયેલી આ રાજ્યવ્યાપી રક્તદાન શિબિર મહત્વપૂર્ણ બની હતી.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 3 hr ago

દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ

નવસારી મનપાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતા બીજા દિવસે પણ રજા પર, સફાઈ સહિતની કામગીરીને અસર નવસારી : નવસારી મહાનગરપાલિકાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા તેઓ બીજા દિવસે પણ રજા પર રહ્યા હતા. દર મહિનાની 10 તારીખ સુધીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા માટે નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા અગાઉ…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત

બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી

બે વાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો જણાતા સંચાલકોને નોટિસ ફટકારાઈ નવસારી : નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોને કરવામાં આવતા અનાજ વિતરણની ચકાસણી માટે કુલ 7 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નવસારી તાલુકાની…

વધુ વાંચો
નવસારી 3 hr ago

ભૂતસાડ ગામે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો

ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ દીપ પ્રગટાવ્યો નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદનો દીવો…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો