નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી
નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી
બે વાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો જણાતા સંચાલકોને નોટિસ ફટકારાઈ
નવસારી : નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોને કરવામાં આવતા અનાજ વિતરણની ચકાસણી માટે કુલ 7 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન નવસારી તાલુકાની ગણેશ સિસોદ્રા વાજબી ભાવની દુકાનમાં 1837.500 કિગ્રા ઘઉં, 477 કિગ્રા ચોખા તથા 1267 કિગ્રા બાજરીનો જથ્થો ઓછો હોવાનું જણાયું હતું. અન્ય તાલુકાઓની દુકાનોમાં પણ જરૂરી તકેદારી અને નિયમોની અમલવારીમાં ખામીઓ જોવા મળી હતી.
આ ઉપરાંત ગત 27 ઓગસ્ટના રોજ વાંસદા મામલતદારને મળેલી ફરિયાદના આધારે વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે આવેલી વાજબી ભાવની દુકાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 3104 કિગ્રા ઘઉં, 4298 કિગ્રા ચોખા, 706 કિગ્રા ખાંડ, 192 કિગ્રા તુવેર દાળ તથા 647 કિગ્રા ચણાનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતને ગંભીરતાથી લઈ સંબંધિત વાજબી ભાવની દુકાનના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી સમયમાં તેમની સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ
નવસારી મનપાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતા બીજા દિવસે પણ રજા પર, સફાઈ સહિતની કામગીરીને અસર નવસારી : નવસારી મહાનગરપાલિકાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા તેઓ બીજા દિવસે પણ રજા પર રહ્યા હતા. દર મહિનાની 10 તારીખ સુધીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા માટે નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા અગાઉ…
વધુ વાંચોનવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત
બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના…
વધુ વાંચોભૂતસાડ ગામે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ દીપ પ્રગટાવ્યો નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદનો દીવો…
વધુ વાંચોસેવા સંકલ્પ અભિયાનમાં એક જ દિવસમાં રાજ્યવ્યાપી 410 રક્તદાન કેમ્પથી 18,500થી વધુ બોટલ રક્ત એકત્ર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જન સેવા-સાધનાની સેવા સંકલ્પ અભિયાનથી રાજ્યવ્યાપી ઉજવણી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જન સેવા-સાધનાના 25 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના 76મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો જનભાગીદારી સાથે યોજાશે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી…
વધુ વાંચો




