ડ્રોપઆઉટ ઘટાડવાની વાતો વચ્ચે નોટિસ આપ્યા બાદ પણ LC માટે વલખાં મારતા વાલી!
ડ્રોપઆઉટ ઘટાડવાની વાતો વચ્ચે નોટિસ આપ્યા બાદ પણ LC માટે વલખાં મારતા વાલી!
આહવાની વેદાંતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે ગંભીર સવાલો, તંત્રએ તાત્કાલિક લિવિંગ સર્ટિફિકેટ આપવા કરી તાકીદ
ડાંગ : એક તરફ રાજ્ય સરકાર કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા ડ્રોપઆઉટ ઘટાડવા માટે વિવિધ અભિયાનો ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ આહવામાં શાળા બંધ થયા બાદ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆતે શિક્ષણ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આહવા ખાતે અગાઉ કાર્યરત વેદાંતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વર્ષ 2024 દરમિયાન અભ્યાસ કરનાર વિદ્યાર્થીના પરિવાર દ્વારા લિવિંગ સર્ટિફિકેટ ન મળવા અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ શાખામાં રજૂઆત કરવામાં આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયા બાદ પણ વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે તેના આગળના અભ્યાસમાં અડચણ ઊભી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ શાખા, આહવા દ્વારા તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ વેદાંતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મુખ્ય શિક્ષક/ટ્રસ્ટીને લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયું હોવાનું જણાવી, અરજદારના પુત્રનું લિવિંગ સર્ટિફિકેટ તાત્કાલિક આપવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે પોતાના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે તે માટે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે અને તેની લેખિત જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ શાખાને કરવામાં આવે.
મળતી માહિતી મુજબ, વેદાંતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હજુ અન્ય કેટલાક વિદ્યાર્થીઓને પણ લિવિંગ સર્ટિફિકેટ ન મળ્યું હોવાની રજૂઆતો સામે આવી રહી છે. જો આ બાબત સાચી હોય તો સમગ્ર મામલાની વ્યાપક તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. હવે સવાલ એ છે કે શાળા બંધ થયા બાદ કેટલા વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ હજુ પણ પોતાના શૈક્ષણિક દસ્તાવેજ માટે રાહ જોઈ રહ્યા છે?
શું શિક્ષણ વિભાગ આવા તમામ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરશે? શું શાળા સંચાલન પાસેથી તમામ બાકી લિવિંગ સર્ટિફિકેટ અંગે ખુલાસો માંગવામાં આવશે? અને સૌથી મહત્વનું, લિવિંગ સર્ટિફિકેટના અભાવે કોઈ વિદ્યાર્થીનું એકપણ શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે તંત્ર તાત્કાલિક પગલાં લેશે કે નહીં?
સરકાર ડ્રોપઆઉટ ઘટાડવા માટે અભિયાન ચલાવી રહી હોય ત્યારે શાળાના જરૂરી દસ્તાવેજના અભાવે વિદ્યાર્થીઓ શિક્ષણથી દૂર રહેવાની સ્થિતિ ઊભી થાય તે ગંભીર બાબત છે. હવે તાલુકા અને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા માત્ર એક અરજી પૂરતી કાર્યવાહી કરવામાં આવશે કે વેદાંતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટનો મુદ્દો તપાસીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેના પર આહવાના વાલીઓ અને શિક્ષણ જગતની નજર છે.
Related Stories · સંબંધિત સમાચાર
સીતા વન મામલે આદિવાસી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર, મૂર્તિ ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સાથે વૃક્ષછેદન અને જંગલના નાશ અંગે પણ તપાસની માંગ, સીતા વનમાં સુરક્ષા અને સંરક્ષણ માટે રજૂઆત ડાંગ : સુબીર તાલુકાના ગારખડી નજીક ઝરી ગામ પાસે આવેલા પવિત્ર સીતા વન ખાતે માતા સીતા, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાન દાદાની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને આદિવાસી સમાજમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી…
Read moreમહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ મુદ્દે ડાંગ જિલ્લા મંડળની સરકારને રજૂઆત
બદલીમાં થયેલા અન્યાય અને વધારાની કામગીરી સામે કર્મચારીઓમાં રોષ, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ડાંગ : ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની બદલી, બઢતી અને વધારાની કામગીરી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ડાંગ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-3), આહવા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મંડળ દ્વારા મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી તથા મહેસૂલ વિભાગના ઉચ્ચ…
Read moreસીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોની ગેરહાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના પ્રયાસથી વિવાદ, ધારાસભ્યની મધ્યસ્થતા બાદ મામલો થાળે ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે આવેલા સીતા વન ખાતે થોડા દિવસો અગાઉ સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે…
Read moreરાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી
જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ…
Read more




