સીતા વન મામલે આદિવાસી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર, મૂર્તિ ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
સીતા વન મામલે આદિવાસી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર, મૂર્તિ ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સાથે વૃક્ષછેદન અને જંગલના નાશ અંગે પણ તપાસની માંગ, સીતા વનમાં સુરક્ષા અને સંરક્ષણ માટે રજૂઆત
ડાંગ : સુબીર તાલુકાના ગારખડી નજીક ઝરી ગામ પાસે આવેલા પવિત્ર સીતા વન ખાતે માતા સીતા, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાન દાદાની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને આદિવાસી સમાજમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી મૂર્તિઓ ખંડિત કરનાર જવાબદાર વ્યક્તિઓ કે તત્વોને વહેલી તકે શોધી તેમના વિરુદ્ધ લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સીતા વન સ્થાનિક આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા, સંસ્કૃતિ અને અસ્મિતા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું પવિત્ર સ્થળ છે. અહીં ધાર્મિક પ્રસંગોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થઈ પૂજા-અર્ચના, ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે.
માત્ર મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના જ નહીં પરંતુ સીતા વન વિસ્તારમાં થઈ રહેલા વૃક્ષછેદન અને જંગલના નાશ અંગે પણ આવેદનપત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું કટીંગ અને જંગલનો નાશ થઈ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને પગલે વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સ્થાનિક લોકો સીતા વનને માત્ર જંગલ વિસ્તાર તરીકે નહીં પરંતુ ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી વારસાના મહત્વપૂર્ણ સ્થળ તરીકે જુએ છે. તેથી વિસ્તારની વનસ્પતિ, જૈવવિવિધતા અને કુદરતી વારસાનું યોગ્ય સંરક્ષણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
સીતા વનને લઈને પાંચ મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. જેમાં મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાની તાત્કાલિક તપાસ, જવાબદાર અસામાજિક તત્વોને શોધી કાયદેસરની કડક કાર્યવાહી, ધાર્મિક આસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા, સીતા વન વિસ્તારમાં થઈ રહેલા વૃક્ષછેદન અને જંગલના નાશ અંગે તપાસ તેમજ ગેરકાયદેસર વૃક્ષછેદન જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગનો સમાવેશ થાય છે.
સીતા વન સાથે જોડાયેલી સ્થાનિક સમાજની ધાર્મિક આસ્થા અને પર્યાવરણ બંનેનું રક્ષણ થાય તેમજ વિસ્તારનો ધાર્મિક-સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Related Stories · સંબંધિત સમાચાર
મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ મુદ્દે ડાંગ જિલ્લા મંડળની સરકારને રજૂઆત
બદલીમાં થયેલા અન્યાય અને વધારાની કામગીરી સામે કર્મચારીઓમાં રોષ, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ડાંગ : ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની બદલી, બઢતી અને વધારાની કામગીરી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ડાંગ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-3), આહવા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મંડળ દ્વારા મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી તથા મહેસૂલ વિભાગના ઉચ્ચ…
Read moreસીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોની ગેરહાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના પ્રયાસથી વિવાદ, ધારાસભ્યની મધ્યસ્થતા બાદ મામલો થાળે ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે આવેલા સીતા વન ખાતે થોડા દિવસો અગાઉ સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે…
Read moreરાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી
જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ…
Read moreરક્ષાબંધન નિમિત્તે ડાંગની 70 વિધવા અને વડીલ બહેનોને દેવમોગરા માતાજીના દર્શન કરાવાયા
એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા સેવાભાવી પ્રવાસનું આયોજન, બહેનોએ પૂજા-અર્ચના સાથે પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો ડાંગ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધને સાચા અર્થમાં સેવા સાથે જોડતી એક સુંદર પહેલ સામે આવી છે. ડાંગ જિલ્લામાં કાર્યરત એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા ડાંગ જિલ્લાની 70…
Read more




