Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
ડાંગ

મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ મુદ્દે ડાંગ જિલ્લા મંડળની સરકારને રજૂઆત

મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ મુદ્દે ડાંગ જિલ્લા મંડળની સરકારને રજૂઆત

South Republic DeskTuesday, 01 September 2026 2 min read · 1 hr ago 0
બદલીમાં થયેલા અન્યાય અને વધારાની કામગીરી સામે કર્મચારીઓમાં રોષ, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ડાંગ : ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની બદલી, બઢતી અને વધારાની કામગીરી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ડાંગ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-3), આહવા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મંડળ દ્વારા મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી તથા મહેસૂલ વિભાગના ઉચ્ચ…

બદલીમાં થયેલા અન્યાય અને વધારાની કામગીરી સામે કર્મચારીઓમાં રોષ, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

ડાંગ : ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની બદલી, બઢતી અને વધારાની કામગીરી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ડાંગ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-3), આહવા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મંડળ દ્વારા મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી તથા મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી કર્મચારીઓને વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી રહી છે, જેના કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. ખાસ કરીને ઈ-ધરા, ડિજિટલ ગુજરાત, સુગમ સહિતના પોર્ટલની કામગીરી તેમજ ઓટીપી અને થંભ/બાયોમેટ્રિક આધારિત કામગીરીને કારણે કર્મચારીઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મંડળે મહેસૂલી તલાટીઓના જોબ ચાર્ટમાં અન્ય વિભાગોની કામગીરી સામેલ કરવાના નિર્ણય સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમની મૂળ મહેસૂલી કામગીરી ઉપરાંત વધારાની જવાબદારીઓ સોંપવામાં આવતા નિયમિત કામગીરી પર પણ અસર પડી રહી છે.

રજૂઆતમાં બદલી અને બઢતીમાં થયેલા અન્યાયને દૂર કરવા, વર્ષ 2020ના રી-એડજસ્ટમેન્ટ ડેટનો લાભ આપવા, નવી ભરતી પહેલાંથી ફરજ બજાવતા કર્મચારીઓને મામલતદાર સંવર્ગમાં તક આપવા તેમજ 2021 બાદની બઢતી અને નિમણૂક સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કર્મચારીઓની બદલીમાં પારદર્શિતા જાળવવા, જરૂરી જગ્યાઓ ખાલી રાખીને બદલીના હુકમો ન કરવા તથા કર્મચારીઓની સિનિયોરિટી અને હક-હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પણ માંગ કરવામાં આવી છે.

દરમિયાન ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યવ્યાપી ‘વર્ક ટુ રુલ’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મહેસૂલી તલાટી સહિતના કર્મચારીઓ નવા જોબ ચાર્ટ તથા અન્ય પડતર પ્રશ્નો સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

ડાંગ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે સ્પષ્ટતા કરી છે કે કર્મચારીઓની રજૂઆતોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સંગઠનાત્મક રીતે વધુ કડક કાર્યક્રમો હાથ ધરવામાં આવી શકે છે. રાજ્યવ્યાપી આંદોલન અંતર્ગત 10 સપ્ટેમ્બરથી હડતાળની ચીમકી પણ આપવામાં આવી છે.

હવે મહેસૂલ વિભાગ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને આગામી દિવસોમાં આ મુદ્દો કયા સ્વરૂપે આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

Related Stories · સંબંધિત સમાચાર

ડાંગ 1 hr ago

સીતા વન મામલે આદિવાસી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર, મૂર્તિ ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ

મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સાથે વૃક્ષછેદન અને જંગલના નાશ અંગે પણ તપાસની માંગ, સીતા વનમાં સુરક્ષા અને સંરક્ષણ માટે રજૂઆત ડાંગ : સુબીર તાલુકાના ગારખડી નજીક ઝરી ગામ પાસે આવેલા પવિત્ર સીતા વન ખાતે માતા સીતા, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાન દાદાની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને આદિવાસી સમાજમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી…

Read more
ડાંગ 1 day ago

સીતા વનમાં મૂર્તિ ખંડિત મામલે પોલીસની કાર્યવાહી સામે સ્થાનિકોમાં રોષ

સ્થાનિકોની ગેરહાજરીમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના પ્રયાસથી વિવાદ, ધારાસભ્યની મધ્યસ્થતા બાદ મામલો થાળે ડાંગ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામે આવેલા સીતા વન ખાતે થોડા દિવસો અગાઉ સીતા માતા અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાના બનાવને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે…

Read more
ડાંગ 1 day ago

રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બારીપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી

જીવામૃત, ઘનજીવામૃત અને બીજમૃતની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો ડાંગ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગત રોજ આહવા તાલુકાના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ સીતારામભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ…

Read more
ડાંગ 1 day ago

રક્ષાબંધન નિમિત્તે ડાંગની 70 વિધવા અને વડીલ બહેનોને દેવમોગરા માતાજીના દર્શન કરાવાયા

એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા સેવાભાવી પ્રવાસનું આયોજન, બહેનોએ પૂજા-અર્ચના સાથે પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો ડાંગ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ, લાગણી અને પવિત્ર સંબંધને સાચા અર્થમાં સેવા સાથે જોડતી એક સુંદર પહેલ સામે આવી છે. ડાંગ જિલ્લામાં કાર્યરત એસ.એસ. માહલા કોલેજ કેમ્પસના સંચાલક શ્યામભાઈ માહલા દ્વારા ડાંગ જિલ્લાની 70…

Read more
આજનું ઈ-પેપર વાંચો