તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

એરૂ ગામે મૃતકના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બિલ્ડરે તેના સાથીઓ સાથે મળી કરોડોની જમીનનો ખેલ પાડ્યો

એરૂ ગામે મૃતકના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બિલ્ડરે તેના સાથીઓ સાથે મળી કરોડોની જમીનનો ખેલ પાડ્યો

South Republic DeskWednesday, 07 October 2026 2 મિનિટ વાંચન · 2 hr ago 0
જમીન માલિકના મૃત્યુના 6 વર્ષ બાદ બિલ્ડરોએ બોગસ પાવર ઓફ એટર્ની સરકારી કચેરીઓમાં રજૂ કરી જમીનના દસ્તાવેજો કરાવ્યા હતા; એક આરોપી ઝડપાયો, બિલ્ડર સહિત 5 વોન્ટેડ નવસારી : નવસારીના નામચીન બિલ્ડરે તેના સાથીઓ સાથે મળી જલાલપોર તાલુકાના એરૂ ગામની જમીનના મૃત્યુ પામેલા જમીન માલિકના 6 વર્ષ બાદ પાવર ઓફ એટર્ની બનાવી સરકારી કચેરીમાં રજૂ કરી…

જમીન માલિકના મૃત્યુના 6 વર્ષ બાદ બિલ્ડરોએ બોગસ પાવર ઓફ એટર્ની સરકારી કચેરીઓમાં રજૂ કરી જમીનના દસ્તાવેજો કરાવ્યા હતા; એક આરોપી ઝડપાયો, બિલ્ડર સહિત 5 વોન્ટેડ

નવસારી : નવસારીના નામચીન બિલ્ડરે તેના સાથીઓ સાથે મળી જલાલપોર તાલુકાના એરૂ ગામની જમીનના મૃત્યુ પામેલા જમીન માલિકના 6 વર્ષ બાદ પાવર ઓફ એટર્ની બનાવી સરકારી કચેરીમાં રજૂ કરી જમીન દસ્તાવેજો કરી લીધા હોવા બાબતે જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કૌભાંડથી ચકચાર મચી જવા પામી છે. આ મામલે જલાલપોર પોલીસે બિલ્ડરના સાથીને ઝડપી પાડ્યો છે. જયારે બિલ્ડર સહીત 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના એરૂ ગામે આવેલી બ્લોક સર્વે નં. 892/2, 455/1, 892/2, 63/6/1 તથા 682 વાળી જમીનના મૂળ માલિક ચીમનલાલ કરશનજી દેસાઈ હતા. જેમનું ગત 11મી ઓગસ્ટ 1999ના રોજ વડોદરા ખાતે અવસાન થયું હતું. જેથી નવસારીના નામચીન બિલ્ડર અને સુરત મોટા વરાછા તાપ્તી ગ્રીનની બાજુમાં મંત્ર લક્ઝુરિયસમાં રહેતા મહેશ જયંતીભાઈ સાંગાણી, જલાલપોર તાલુકાના એરૂ જી.બી. પાર્કમાં રહેતા રમેશભાઈ રવજીભાઈ ભીમાણી, સુરત ઉમરવાડા બોમ્બે માર્કેટ વિક્રમ નગરમાં રહેતા ઉકાભાઇ રામભાઈ વાળા, સુરત સહજાનંદ રેસિડન્સીમાં રહેતા મુકેશભાઈ મનસુખભાઇ મેંદપરા, નાનજીભાઈ વલ્લભભાઈ વઘાસીયા અને મી. એસ.પી. શિંદેએ સ્વ. ચીમનલાલ દેસાઈની જમીન પચાવી પાડવા માટે કાવતરૂ રચ્યું હતું. જેથી તેઓએ ચીમનલાલ દેસાઈનું અવસાન થયાના આશરે છ વર્ષ બાદ 15 મે 2005ના રોજ સ્વ. ચીમનલાલ દેસાઈના નામે ખોટો અને બનાવટી જનરલ પાવર ઓફ એટર્ની યાને કુલમુખત્યારનામુ બનાવી લીધો હતો.

આ બોગસ પાવર ઓફ એટર્નીના આધારે તેઓએ જલાલપોર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જમીનના વેચાણ દસ્તાવેજો રજિસ્ટર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મૂળ જમીનમાલિકના વારસદારોની જાણ બહાર જમીન અન્ય વ્યક્તિઓના નામે ચઢાવી દેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા પાછળ જમીનના ટાઈટલને નુકસાન પહોંચાડી આર્થિક લાભ મેળવવાનો હેતુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ત્યારે ખોટો પાવર ઓફ એટર્ની બનાવી તે પાવરના આધારે સબંધિત કચેરીઓમાં ખોટી માહિતી પુરી પાડી જમીન દસ્તાવેજો કરાવી ઠગાઈ કરી હોવાનો ગુનો જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. જેથી પોલીસે આરોપી મુકેશ મનસુખભાઈ મેંદપરાને ઝડપી પાડ્યો હતો. જયારે બિલ્ડર મહેશ સાંગાણી અને તેના સાથીઓ ઉકાભાઈ વાળા, નાનજીભાઈ વઘાસીયા, મી.એસ.પી. સિંદે અને રમેશભાઈ ભીમાણીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

નવસારી 29 min ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 53 min ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો