તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

ગણદેવી તાલુકાના મેંધર ગામે 1 લાખ ચો.મી. જેટલી સરકારી જમીન પરના અનધિકૃત તળાવોના દબાણો દૂર કરાયા

ગણદેવી તાલુકાના મેંધર ગામે 1 લાખ ચો.મી. જેટલી સરકારી જમીન પરના અનધિકૃત તળાવોના દબાણો દૂર કરાયા

South Republic DeskWednesday, 07 October 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
જિલ્લા તંત્રએ સતત 28 દિવસ સુધી દબાણો દૂર કરી વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ વધુ સુગમ બનાવ્યો નવસારી : ગણદેવી તાલુકાના મેંધર ગામે જિલ્લા તંત્રએ સતત 28 દિવસ સુધી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતા અંદાજે 1 લાખ ચો.મી. જેટલી સરકારી જમીન પરના અનધિકૃત તળાવોના દબાણો દૂર કરાયા છે. જેથી વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ વધુ…

જિલ્લા તંત્રએ સતત 28 દિવસ સુધી દબાણો દૂર કરી વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ વધુ સુગમ બનાવ્યો

નવસારી : ગણદેવી તાલુકાના મેંધર ગામે જિલ્લા તંત્રએ સતત 28 દિવસ સુધી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતા અંદાજે 1 લાખ ચો.મી. જેટલી સરકારી જમીન પરના અનધિકૃત તળાવોના દબાણો દૂર કરાયા છે. જેથી વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ વધુ સુગમ બન્યો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ગામ ખાતે સરકારી જમીન પર બનાવવામાં આવેલા અનધિકૃત તળાવોના દબાણો અંગે ગ્રામજનોએ રજૂઆતો કરી હતી. જે રજૂઆતોને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા છેલ્લા ૨૮ દિવસથી દબાણો દુર કરવામાં આવી રહ્યા છે.

આ કામગીરી અંતર્ગત આજદિન સુધીમાં અંદાજે ૧ લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરથી અનધિકૃત તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. અનધિકૃત તળાવો દૂર થતાં કુદરતી પાણીના વહેણમાં રહેલા અવરોધો પણ દૂર થયા છે. જેના પરિણામે વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ વધુ સુગમ બન્યો છે. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ચીખલી પ્રાંત અધિકારી તથા ગણદેવી મામલતદાર દ્વારા સંકલિત રીતે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સરકારી જમીનનું રક્ષણ તથા જાહેર હિતને પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સરકારી જમીન પર અનધિકૃત રીતે તળાવો બનાવી કરવામાં આવતા દબાણોને ચલાવી લેવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં પ્રવર્તમાન નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મેંધર ગામના ગ્રામજનો દ્વારા વર્ષોથી કરવામાં આવતી રજૂઆતોના નિરાકરણરૂપે હાથ ધરાયેલી આ કામગીરીથી સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જોવા મળી છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 30 min ago

નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા

મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…

વધુ વાંચો
નવસારી 54 min ago

નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી

ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો