ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારી દ્વારા પૂરગ્રસ્ત 33 પરિવારોને વાસણ કીટનું વિતરણ કરાયું
ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 306ની માનવતાવાદી પહેલ અંતર્ગત 49,600 રૂપિયાની સહાયથી 33 વાસણ કીટ તૈયાર કરી અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવી
નવસારી : પૂરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાના હેતુથી ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ 306 દ્વારા સમગ્ર જિલ્લામાં એક માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત તમામ ક્લબોને 1,500 રૂપિયાની કિંમતની વાસણ કીટ માટે યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. વિવિધ ક્લબોના સહયોગથી એકત્રિત થયેલી રકમને પૂરથી અસરગ્રસ્ત પાંચ ક્લબમા વહેંચવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારીને 49,600 રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ હતી. જેના દ્વારા 33 વાસણ કીટ તૈયાર કરી પૂરગ્રસ્ત પરિવારોને આપવામાં આવી. કીટમાં દૈનિક જીવનમાં ઉપયોગી જરૂરી ઘરવપરાશના વાસણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલ સમયમાં વ્યવહારુ સહાય મળી રહે અને તેઓ પોતાના દૈનિક જીવનને ફરીથી સુવ્યવસ્થિત કરી શકે.
આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચેર રક્ષાબેનના સહયોગથી, ડિસ્ટ્રિક્ટ ડીઝાસ્ટર સર્વિસ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પી.ડી.સી બીનાબેનના સંકલનથી અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. આ સમગ્ર પહેલને પ્રેસિડેન્ટ જિગીષા ભટ્ટ અને સેક્રેટરી અલ્કાબેન પટેલ તથા પી. ડી.સી. તેજલબેન, છાયા બેન, કીર્તિબેન, ફાલ્ગુનીબેન, લેખાબેન, અંજનાબેન નો મહત્વ પૂર્ણ સહયોગ મળ્યો.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




