ઇટાળવા-એરૂ રોડ બન્યો અકસ્માત ઝોન, બેફામ વાહનચાલકોથી સ્થાનિકો પરેશાન
ઇટાળવા-એરૂ રોડ બન્યો અકસ્માત ઝોન, બેફામ વાહનચાલકોથી સ્થાનિકો પરેશાન
નશાની હાલતમાં હોવાનો આક્ષેપ ધરાવતા કારચાલકે મોપેડ સવાર મહિલાને ટક્કર મારી; સદનસીબે ગંભીર ઈજા ટળી, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નવસારી : નવસારીના ઇટાળવા-એરૂ રોડ પર ગત રાત્રે કારચાલકે મોપેડ પર જઈ રહેલી મહિલાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કરથી મહિલા રસ્તા પર પટકાઈ હતી. જોકે સદનસીબે તેને ગંભીર ઈજા થઈ ન હતી. આ ઘટનાને પગલે બેફામ વાહનચાલકો સામે મનપા તંત્ર અને પોલીસ વિભાગ સંયુક્ત કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.
અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કારચાલક અને તેની સાથેનો મિત્ર નશાની હાલતમાં જણાયા હતા. મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી કારચાલકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા.
થોડા દિવસ અગાઉ એરૂ ચાર રસ્તા નજીક પણ એક કારની ટક્કરથી લારીચાલકનું મોત થયું હતું. આ બનાવમાં શિવાંગ પટેલ પર નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યાનો આક્ષેપ છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ઇટાળવાથી એરૂ રોડ પર વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન કેટલાક વાહનચાલકો નશાની હાલતમાં અને પૂરઝડપે વાહનો હંકારતા હોવાની ફરિયાદો છે.
આ ઉપરાંત વધુ અવાજ કરતા સાયલેન્સર લગાવેલી બાઇક લઈને કેટલાક ચાલકો મોડી રાત્રે પસાર થતા હોવાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. આવા વાહનચાલકો સામે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ઇટાળવાથી એરૂ ચાર રસ્તા સુધીનો માર્ગ નવસારી ગ્રામ્ય, વિજલપોર અને જલાલપોર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિશેષ ટીમ બનાવી આ માર્ગ પર ચેકિંગ કરાવવામાં આવે તો નશાની હાલતમાં વાહન ચલાવતા, પૂરઝડપે વાહનો હંકારતા અને વધુ અવાજવાળા સાયલેન્સર લગાવનારા ચાલકો સામે કાર્યવાહી થઈ શકે છે.
ઇટાળવા-એરૂ રોડ પર સ્ટ્રીટ લાઇટ લગાવવી જરૂરી
નવસારી મનપા દ્વારા ઇટાળવા-એરૂ રોડને પહોળો કરવામાં આવ્યો છે અને તેનું મહત્તમ કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે રોડની આસપાસ સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી નથી. તેના કારણે રાત્રિ દરમિયાન વાહનચાલકોને મુશ્કેલી પડે છે. સાથે જ રાહદારીઓ માટે રસ્તાની બાજુમાંથી પસાર થવું અને રસ્તો ઓળંગવો જોખમી બન્યું છે.
સંબંધિત સમાચાર
નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ બિસ્માર, વાહનચાલકોને હાલાકી
કામ માટે ખોદાયેલો સર્વિસ રોડ પુનઃ બનાવાયો નહીં; ધૂળ અને ઉબડખાબડ રસ્તાથી અકસ્માતનો ભય, મનપા સમારકામ કરે તેવી માંગ નવસારી : નવસારીના ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામ માટે ખોદવામાં આવેલા રોડનું કામ પૂર્ણ થયા બાદ પુનઃ નિર્માણ કરવામાં…
વધુ વાંચોઆમડપોરમાં ગૌચર ખનન મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?
કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારાયા બાદ ગ્રામપંચાયતની ફરિયાદો અવગણ્યાના આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહીની માંગ નવસારી : આમડપોર ગામે ગૌચર જમીનમાં ખનનના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને ૮ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ગ્રામપંચાયતની વારંવારની લેખિત ફરિયાદોને સમયસર ધ્યાને ન લેનારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ ઉઠ્યો છે.…
વધુ વાંચોનવસારી સાયબર ક્રાઇમની ચેતવણી : ગરબા પાસના નામે આવતી એપીકે ફાઇલોથી સાવધાન
નકલી પાસ અને ડિસ્કાઉન્ટ કૂપનની લાલચ આપી સાયબર ઠગો નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે; અધિકૃત માધ્યમથી જ પાસ ખરીદવા અપીલ નવસારી : નવરાત્રિ દરમિયાન ગરબાના ડિજિટલ પાસનો વધતો ઉપયોગ સાયબર ઠગો માટે ઠગાઈનું નવું માધ્યમ બની રહ્યો છે. નવસારી સાયબર ક્રાઇમે નાગરિકોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ગરબા પાસ, ડિસ્કાઉન્ટ કૂપન કે સસ્તા પાસના નામે…
વધુ વાંચોનવસારીમાં ગંદકી કરનારા ૩ દુકાનદારો દંડાયા, ૨ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ
મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે રાત્રે કચરો જમા થતો હોય તેવાં સ્થળોની આકસ્મિક તપાસ કરી; સીસીટીવીથી ૨૪ કલાક દેખરેખ રાખવા સૂચના નવસારી : ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરમાં વારંવાર કચરો ફેંકવામાં આવતો હોય તેવાં સંવેદનશીલ સ્થળોની રાત્રિ દરમિયાન આકસ્મિક ચકાસણી કરી હતી. આ દરમિયાન ગંદકી કરનારા ૩ દુકાનદારો સામે…
વધુ વાંચો




